News of Thursday, 28th May 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં ટેક્સ વસૂલવાના ઈરાન પર અમેરિકા વિફર્યુ:આક્રમક રીતે કડક આર્થિક દંડ અને પ્રતિબંધો લગાવશે
હોર્મુઝની સામુદ્રધુનીમાં કોઈપણ પ્રકારની ટેક્સ કે ટોલ સિસ્ટમ લાદવાના પ્રયાસોને અમેરિકા બિલકુલ ચલાવી લેશે નહીં.

અમેરિકાના નાણા સચિવ (ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેસેન્ટે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુનીમાં કોઈપણ પ્રકારની ટેક્સ કે ટોલ સિસ્ટમ લાદવાના પ્રયાસોને અમેરિકા બિલકુલ ચલાવી લેશે નહીં. તેમણે આ મામલે ઓમાન દેશને ખાસ આડકતરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, ઈરાન દ્વારા વૈશ્વિક વેપારને પ્રભાવિત કરવાના આ પ્રયાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો અને ભાગીદારો સામે યુએસ ટ્રેઝરી આક્રમક રીતે કડક આર્થિક દંડ અને પ્રતિબંધો લગાવશે. અમેરિકાએ વિશ્વના તમામ દેશોને ઈરાનની આ જોહુકમીનો એકસૂરે વિરોધ કરવા અપીલ કરતાં ઉમેર્યું છે કે, તે વિસ્તારમાં તેહરાન (ઈરાન)નો આતંક ફેલાવવાનો સમય હવે પૂરો થઈ ગયો છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
