તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ઈરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ માટે એરસ્પેસ ખોલ્યું: જોખમ યથાવત
એરસ્પેસ આંશિક રીતે શરૂ થતા લાખો મુસાફરોની આશા જીવંત, છતાં હોર્મુઝમાં હજુ પણ તણાવની સ્થિતિ

તહેરાન, તા.૧૮: ઈરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેના પૂર્વી એરસ્પેસના દરવાજા ખોલી નાખ્યા છે, જેનાથી ખાડી દેશોમાં ફસાયેલા હજારો ભારતીયો સહિતના મુસાફરો માટે વતન પરત ફરવાની આશા જાગી છે. જોકે, આ ‘શાંતિ' માત્ર કાગળ પર હોય તેવું લાગે છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે આકાશ ખુલ્લું હોવા છતાં, દુનિયાની મોટી એરલાઇન્સ હજુ પણ ઈરાન ઉપરથી ઉડવાનું ટાળી રહી છે. પાયલોટો લાંબો અને ખર્ચાળ રસ્તો પસંદ કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે ગમે ત્યારે મિસાઈલ હુમલાની સ્થિતિમાં તેમનું વિમાન નિશાન બની શકે છે.
બીજી તરફ, વિશ્વના તેલ વેપારની ધમની ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) પણ ખોલી દેવામાં આવી છે. અહીંથી જહાજોનો કાફલો પસાર થવા લાગ્યો છે, પરંતુ અહીં પણ અનિヘતિતાના વાદળો છવાયેલા છે. ઈરાને ચેતવણી આપી છે કે શિપિંગ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે અને જો સ્થિતિ બગડશે તો આ દરિયાઈ માર્ગ ફરીથી બંધ કરવામાં જરાય વાર નહીં લાગે. આ જાહેરાતને પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ મોટી અસર પડવાની સંભાવના છે.આ તમામ ગતિવિધિઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું કડક વલણ જાળવી રાખ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ નક્કર અને કડક સમજૂતી નહીં કરે, ત્યાં સુધી યુએસ નેવીની નાકાબંધી હટાવવામાં આવશે નહીં. આમ, ઈરાને ભલે આકાશ અને સમુદ્રના રસ્તા ખોલ્યા હોય, પણ અમેરિકાના આક્રમક તેવરને જોતા મધ્ય પૂર્વમાં શાંતિ હજુ પણ જોજનો દૂર દેખાઈ રહી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
