હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
અમેરિકામાં ચૂંટણી પછી ઈરાન પર ફરી હુમલાની શક્યતા: ખાડી દેશોના સહયોગીઓને તૈયારીની સૂચના હોવાનો અહેવાલ: ૪ નવેમ્બરથી કાર્યવાહી શરૂ થઈ શકે એવો દાવો; હુમલાની ચોક્કસ તારીખની સત્તાવાર પુષ્ટિ નથી

વોશિંગ્ટન: અમેરિકાની ૩ નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પછી ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી શરૂ થઈ શકે તેવા અહેવાલો સામે આવ્યા છે. ‘એમએસ નાઉ’ના અહેવાલને ટાંકીને ઈરાન ઇન્ટરનેશનલે જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે ખાડીના સહયોગી દેશોને ટૂંકા પરંતુ તીવ્ર હુમલાના તબક્કા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
ખાડીના ત્રણ વરિષ્ઠ આરબ અધિકારીઓને ટાંકતા અહેવાલમાં સંભવિત કાર્યવાહી વહેલી તકે ૪ નવેમ્બરથી શરૂ થઈ શકે એવો દાવો કરવામાં આવ્યો છે. જોકે ચૂંટણીના બીજા જ દિવસે હુમલો થશે તેવી નિશ્ચિત સત્તાવાર જાહેરાતની પુષ્ટિ મળી નથી.
અગાઉ એસોસિયેટેડ પ્રેસે પણ સંભવિત અમેરિકી કાર્યવાહી અને ઈરાનના વળતા પ્રહાર અંગે સહયોગીઓને ચેતવાયા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કતારની મધ્યસ્થીથી સમજૂતી માટે પ્રયાસો ચાલુ છે અને તેહરાનની ચર્ચા બાદ દોહામાં વાટાઘાટો આગળ વધારવાનું આયોજન છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
