News of Sunday, 2nd August 2026
આ મહિને ઓગસ્ટમાં IPO ની વણઝાર: 12 કંપનીઓ રૂા.25,000 કરોડ એકત્ર કરશે
ઝેપ્ટો, શિપરોકેટ, ઇનોવેટિવ્યુ ઇન્ડફયા, ધૂત ટ્રાન્સમિશન, આર્સિલ સહિત એક ડઝન કંપનીના અલગ-અલગ સેકટરમાં રોકાણની તક

મુંબઇઃ શેરબજારમાં આઈપીઓ માં રોકાણ કરીને લિસ્ટિંગ ગેઈન કે લાંબા ગાળાનું વળતર મેળવવા માંગો છો, તો ઓગસ્ટ 2026 નો મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને પ્રાથમિક બજારમાં ભારે ધમધમાટ જોવા મળશે, જ્યાં 12 થી વધુ જાણીતી કંપનીઓ આઈપીઓ લાવીને 25,000 કરોડથી વધુની મૂડી એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
ઓગસ્ટ મહિનામાં આવનારા આઈપીઓમાંથી સૌથી વધુ ચર્ચા ક્વિક કૉમર્સ ક્ષેત્રની દસ મિનિટમાં ડિલિવરી આપતી કંપની ઝેપ્ટોની છે. કંપની આઈપીઓ દ્વારા આશરે ₹8,010 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ઝેપ્ટો અને શિપરોકેટ ઉપરાંત ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા, ધૂત ટ્રાન્સમિશન , આર્સિલ , આર્ડી ઇન્ડસ્ટ્રીઝ , ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ , રેઝ ઓફ બિલીફ , હાઇ ટેક એન્જિનિયર્સ , શંખેશ જ્વેલર્સ અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશન જેવી અલગ-અલગ સેક્ટરની કંપનીઓ પણ આઈપીઓ લાવવા લાઈનમાં છે.
વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 36 કંપનીઓ પોતાના આઈપીઓ લાવી ચૂકી છે, જેમાં માત્ર જુલાઈ મહિનામાં જ 9 કંપનીઓએ પબ્લિક ઇશ્યૂ લોન્ચ કર્યા હતા. મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસ અને જુનિપર ગ્રીન એનર્જી જેવી કંપનીઓ પણ બજારમાં આવી રહી છે. મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટ અને રોકાણકારોના વિશ્વાસના કારણે બજારમાં આ તેજી જોવા મળી રહી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
