તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
મ્યુ.ફંડ્સમાં બે વર્ષમાં ઝીરો વળતર છતાં રોકાણકારોએ રોકાણ જાળવ્યું
ધીરજના ફળ મીઠા ? : નેગેટિવ રિટર્ન છતાં તાજેતરમાં માર્કેટમાં કરેક્શન આવ્યું ત્યારે રોકાણકારોએ લમ્પ-સમ રોકાણ વધાર્યું

નવી દિલ્હી,તા.૨૧: મ્યુચ્યુઅલ ફંડ્સ મારફતે શેરબજારમાં રોકાણ કરી રહેલા રિટેલ રોકાણકારોને છેલ્લાં બે વર્ષથી ઝીરો રિટર્ન મળ્યું છે તેમ છતાં તેમણે નોંધપાત્ર ધીરજ રાખી છે. ઐતિહાસિક રીતે આટલા સમયગાળા માટે નબળું વળતર મળ્યા પછી તેજી જોવાતી હોય છે, પરંતુ એનલિસ્ટ્સનું માનવું છે કે આગામી સમયમાં નબળું વળતર રોકાણકારોની ધીરજની કસોટી કરશે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના એનલિસ્ટ્સના મતે રોકાણકારોએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ્સ પ્લાન (SIPs) મારફતે રોકાણ ચાલુ રાખ્યું છે અને નેગેટિવ રિટર્ન છતાં તાજેતરમાં માર્કેટમાં કરેક્શન આવ્યું ત્યારે લમ્પ-સમ રોકાણ વધાર્યું છે. શિસ્તબદ્ધ રોકાણ તરફ આ સ્ટ્રક્ચરલ શિફટ દર્શાવે છે તેમ છતાં જો હવે વધુ સમય વળતર નબળું રહેશે તો નવા અને જૂના રિટેલ રોકાણકારોનાં કન્વિક્શન લેવલ (લ્લઢનિર્ધારના સ્તર)ની કસોટી થશે.
એમ્ફીના તાજેતરના ડેટા દર્શાવે છે કે રિટેલ રોકાણ માર્ચ-૨૦૨૬માં યથાવત્ રહ્યું છે અને એસઆઈપીથી રોકાણ ~૩૨,૦૦૦ કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.
આમ, છેલ્લાં બે વર્ષથી રોકાણકારોને ઝીરો રિટર્ન મળ્યું છે. જુલાઈ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૬ વચ્ચે એન્ટર થયેલા રોકાણકારોને મોટાભાગના કિસ્સામાં ખરાબ વળતર મળ્યું છે અથવા નેગેટિવ વળતર મળ્યું છે.
સ્મોલ કેપ અને થિમેટિક ફંડ્સમાં વધારે નાણાંપ્રવાહ જોવા મળ્યો છે અને તેમાં જ છેલ્લાં ૨૧ મહિનામાં નબળું વળતર મળ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં ડાયરેક્ટ ઈક્વિટી ઈન્વેસ્ટિંગમાં મોમેન્ટમ નબળું પડ્યું છે.
માર્ચ ક્વાર્ટરમાં મોટાભાગનો રિટેલ પ્રવાહ વધ્યો છે જેમાં વધારે રોકાણ પેસિવ ફંડ્સ, મલ્ટિ-એસેટ ફંડ્સ, ફલેક્સીકેપ ફંડ્સમાં જોવા મળ્યું છે. આ સાથે જ એક્ટિવ રિટેલ રોકાણકારોનો બેઝ ૨૦૨૫-૨૬માં ઘટ્યો છે.
રિટેલ રોકાણકારોના બે વર્ષના જંગી રોકાણને કારણે એફપીઆઈની વ્યાપક વેચવાલી સામે પણ બજાર ખાસ્સું મજબૂત રહ્યું છે તેમ છતાં ફંડ્સ પાસે કેશ લેવલ નરમ પડી રહ્યું છે તે દર્શાવે છે કે ભવિષ્યની વોલેટિલિટી સામે મર્યાદિત પ્રમાણમાં તેઓ સારું વળતર આપી શકે.
જોકે તમામ ચિંતા વચ્ચે પણ મોર્ગન સ્ટેન્લીએ તેની તાજેતરની નોટમાં કહ્યું છે કે ભારતીય માર્કેટ આગામી મહિનાઓમાં ઝડપથી રિકવર થશે. પોઝિટિવ ગ્રોથ, નીતિગત સુધારા, ખ્ત્નો ગભરાટ ઓછો થવો અને પ્રોડક્ટિવિટીમાં વધારો થવો, બાયબેકમાં વધારો, વગેરે પરિબળોને કારણે માર્કેટમાં તેજી જોવા મળશે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
