News of Tuesday, 10th November 2026
અમેરિકામાં ઓક્ટોબરનો ફુગાવો ધારણા કરતાં વધુ વધતાં વ્યાજદરમાં ફરી વધારાની શક્યતા; વૈશ્વિક શેરબજારો અને રોકાણકારોની ચિંતા વધી
માસિક ફુગાવો ૦.૪ ટકા નોંધાયો, નિષ્ણાતોનો અંદાજ ૦.૩ ટકાનો હતો : ડિસેમ્બરમાં વ્યાજદર વધારવાની શક્યતા મજબૂત બની

વોશિંગ્ટન : અમેરિકામાં ઓક્ટોબર મહિનાનો ગ્રાહક ભાવ સૂચકાંક અપેક્ષા કરતાં વધુ વધતાં અર્થતંત્ર સામે નવી ચિંતા ઊભી થઈ છે.
અમેરિકાના શ્રમ વિભાગે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબરમાં માસિક ફુગાવો ૦.૪ ટકા વધ્યો હતો, જ્યારે અર્થશાસ્ત્રીઓએ ૦.૩ ટકાનો અંદાજ મૂક્યો હતો.
સપ્ટેમ્બરમાં આ વધારો ૦.૬ ટકા હતો. ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવને બાદ કરતાં મૂળભૂત ફુગાવો પણ ૦.૩ ટકા વધ્યો છે.
ફુગાવો નિયંત્રણમાં ન આવતાં અમેરિકાની કેન્દ્રીય બેન્ક ડિસેમ્બરમાં વ્યાજદર ૦.૨૫ ટકા વધારી શકે તેવી બજારમાં ધારણા છે. આ નિર્ણયની અસર વિશ્વના શેરબજારો, ડોલર અને ઊભરતાં અર્થતંત્રોમાં રોકાણપ્રવાહ ઉપર પડી શકે છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
