તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના ડિરેક્ટર તપન કુમાર ડેકાના કાર્યકાળમાં થશે બમ્પર વધારોઃ સળંગ ત્રીજી વખત એક્સ્ટેન્શન મળવાની પ્રબળ શક્યતાથી રાષ્ટ્રીય સુરક્ષા તંત્રમાં હલચલ

નવી દિલ્હીઃ દેશની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર એક અત્યંત મોટો અને મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના વર્તમાન હોનહાર ડિરેક્ટર તપન કુમાર ડેકાના કાર્યકાળમાં સળંગ ત્રીજી વખત માતબર વધારો કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ઈતિહાસમાં કોઈપણ અધિકારીને સતત ત્રીજી વખત આવું એક્સ્ટેન્શન મળવું એ એક અત્યંત વિરલ અને ઐતિહાસિક ઘટના ગણવામાં આવે છે. તપન કુમાર ડેકાની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ કામગીરી, અનુભવ અને વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા પડકારોને પહોંચી વળવાની તેમની અદભૂત કુશળતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ નિર્ણય લેશે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
