<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વંદે માતરમના અપમાન પર હવે થશે જેલની સજા

બંગાળમાં ભગવો લહેરાયા બાદ મોદી સરકારનો માસ્‍ટરસ્‍ટ્રોક

નવી દિલ્‍હી, તા.૬: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૦૭ બેઠકો સાથે મેળવેલી પ્રચંડ જીત બાદ, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકે દેશભરમાં રાષ્‍ટ્રવાદનો નવો પવન ફૂંકયો છે. આ બેઠકમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય મુજબ, હવે વંદે માતરમને ભારતના રાષ્‍ટ્રગીત જન ગણ મન સમાન જ બંધારણીય દરજ્જો અને રક્ષણ આપવામાં આવશે. કેબિનેટે આ દરખાસ્‍તને મંજૂરી આપી દીધી છે, જેનો સીધો અર્થ એ છે કે હવે વંદે માતરમ માત્ર એક ગીત નહીં, પણ રાષ્‍ટ્રીય ગૌરવનું એવું પ્રતીક બનશે જેના સન્‍માનમાં કોઈપણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

આ નિર્ણયને અમલી બનાવવા માટે સરકાર રાષ્‍ટ્રીય સન્‍માન અપમાન નિવારણ કાયદામાં મહત્‍વપૂર્ણ સુધારો કરવા જઈ રહી છે. નવા સુધારા હેઠળ, જો કોઈ વ્‍યક્‍તિ જાણીજોઈને વંદે માતરમ ગાવામાં અવરોધ ઊભો કરશે અથવા તેનું અપમાન કરશે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. અત્‍યાર સુધી આ કાયદો માત્ર રાષ્‍ટ્રધ્‍વજ, બંધારણ અને રાષ્‍ટ્રગીત (જન ગણ મન) પૂરતો સીમિત હતો, પરંતુ હવે બંગાળની ધરતી પરથી જન્‍મેલા વંદે માતરમને પણ આ યાદીમાં સામેલ કરીને તેને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવ્‍યું છે.

નોંધનીય છે કે, વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી વચ્‍ચે લેવાયેલો આ નિર્ણય રાજકીય રીતે પણ ઘણો સૂચક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ સંસદમાં અગાઉ પણ સંકેત આપ્‍યો હતો કે તુષ્ટિકરણની રાજનીતિને કારણે આ ગીતને લાંબા સમય સુધી ગૌણ રાખવામાં આવ્‍યું હતું. ગળહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવે સરકારી કાર્યક્રમોમાં આ ગીતના તમામ છ શ્‍લોકો ગાવાનું ફરજિયાત બની શકે છે. બંગાળમાં સોનાર બાંગ્‍લાના નારા સાથે ચૂંટણી જીત્‍યા બાદ મોદી સરકારનો આ નિર્ણય સાંસ્‍કળતિક રાષ્‍ટ્રવાદના એજન્‍ડાને વધુ મજબૂત બનાવતો દેખાઈ રહ્યો છે. 

(4:08 PM IST)