તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 15th September 2026
દેશમાં મોંઘવારીનો માર : સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો વધ્યો : ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીનો દર વધીને 4.82 થયો
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો 8 મહિનાની ટોચે પહોંચતા મોંઘવારીને લઈને ચિંતા વધી:. ખાદ્યચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી

નવી દિલ્હી :દેશમાં મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવામાં વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર જુલાઈના 4.45 ટકાથી વધીને 4.82 ટકા થયો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો પણ વધીને 9.92 ટકાએ પહોંચ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો 8 મહિનાની ટોચે પહોંચતા મોંઘવારીને લઈને ચિંતા વધી છે. ખાદ્યચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ ગલ્ફ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો થયો છે, જેની અસર આગામી સમયમાં મોંઘવારી પર પડી શકે છે. વધતી મોંઘવારી વચ્ચે વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને પગલે રિઝર્વ બેન્કની પણ ચિંતા વધી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
