<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને પત્ની રાધિકા જૈને અર્પણ કર્યાં અમૂલ્ય આભૂષણોઃ મંદિરના ઇતિહાસનું વિક્રમજનક દાન

ચેન્નઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ભગવાન વેંકટેશ્વરને ૧૨૧ કિલોગ્રામ સોનાના આભૂષણો અને હીરા અર્પણ કર્યાં

તિરુપતિ: આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુમલા તિરુપતિ બાલાજી મંદિરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. ચેન્નઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ભગવાન વેંકટેશ્વરને ૧૨૧ કિલોગ્રામ સોનાના આભૂષણો અને હીરા અર્પણ કર્યાં હતાં.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં આ મહાદાન કરવામાં આવ્યું હતું. આભૂષણોની બનાવટના ખર્ચ સહિત કુલ મૂલ્ય રૂ.૨૦૭.૬૦ કરોડ આંકવામાં આવ્યું છે.

કુલ ૧૨૧ કિલો સોનામાંથી ૧૦૬ કિલો સોનાનો ઉપયોગ ભગવાન વેંકટેશ્વરના ૪૬ વિશેષ આભૂષણો માટે કરવામાં આવ્યો છે. બાકીના ૧૫ કિલો સોનાનો ઉપયોગ તિરુચાનૂરના શ્રી પદ્માવતી અંમાવારી મંદિરની ધાર્મિક સજાવટ માટે કરવામાં આવશે.

વર્ધમાન જૈન આરોગ્યસેવા અને ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા ઉદ્યોગપતિ છે. મંદિરને કોઈ એક ભક્ત દ્વારા આપવામાં આવેલાં અત્યાર સુધીનાં સૌથી મોટાં દાનોમાં આ દાનનો સમાવેશ થાય છે. 

 

(7:51 PM IST)