News of Friday, 2nd October 2026
ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSF એ બે શંકાસ્પદોને ઠાર માર્યા
બે શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે ત્રીજો ગોળીબાર દરમિયાન પાકિસ્તાનમાં ભાગી જવામાં સફળ રહ્યો

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) એ શુક્રવારે વહેલી સવારે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો . આ કાર્યવાહીમાં બે શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે ત્રીજો ગોળીબાર દરમિયાન પાકિસ્તાનમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો
BSF ના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે 12:30 વાગ્યે પંજાબના તરનતારન જિલ્લામાં રાજોકે બોર્ડર આઉટપોસ્ટ (BOP) નજીક બની હતી, જે ખાલદા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. સરહદ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ, BSF ના જવાનોએ કાર્યવાહી કરી અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો .
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
