<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં AK-47 સાથે અંધાધૂંધ ગોળીબાર: બાર અને સ્ટોરમાં થયેલા ખૂની હુમલામાં ૨૭ લોકોના મોત.

જોહાનિસબર્ગ અને કેપ ટાઉન નજીક થયેલી લોહિયાળ હિંસાથી દેશભરમાં ફેલાયો ભારે ભય, પોલીસ દ્વારા હુમલાખોરોની સઘન તપાસ શરૂ

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના બે સૌથી મોટા શહેરો નજીક શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે બનેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભારે ભય અને સન્નાટો ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણપશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશીપમાં એક બારમાં AK-47 રાઇફલ અને પિસ્તોલથી સજ્જ શંકાસ્પદોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે અને આ હુમલામાં ૧૭ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
આ ભયાનક ઘટનાની શાહી હજુ સૂકાય ન હતી ત્યાં જ રવિવારે સવારે આશરે ૧ વાગ્યાની આસપાસ કેપ ટાઉન નજીક લવાન્ડલ વિસ્તારમાં આવેલા એક સ્ટોરમાં થયેલા ગોળીબારમાં વધુ ૧૦ લોકોના મોત થયા હતા, અને આ તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડીને પોલીસ અને તબીબી ટીમો દ્વારા રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અગાઉ ડર્બન નજીક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં ૧૧ લોકોના મોત થયાના થોડા દિવસો બાદ જ આ હુમલાઓ થયા છે, ત્યારે આ હુમલાખોરો કોણ હતા અને તેનો હેતુ શું હતો તે શોધવા માટે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવશે.

(3:58 PM IST)