<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

વૈશ્વિક સ્તરે ભારતની યુવા પ્રતિભાઓનો ડંકો : પ્રતિષ્ઠિત ‘ટાઈમ ૧૦૦ નેક્સ્ટ ઈન્ડિયા ૨૦૨૬’ ની પ્રથમ યાદી જાહેર : ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ સહિત ૧૦૦ ઉભરતા ચહેરાઓને સ્થાન

રિલાયન્સના સહયોગથી ટાઈમ મેગેઝિનનું પ્રથમ પ્રાદેશિક એડિશન લોન્ચ : કવર પેજ પર આલિયા ભટ્ટ, પવનકુમાર ચંદના અને આર્યન ખાન-પાયલ કાપડિયા-થેજા રિયો ચમક્યા : ૧૨ ડિસેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય ગાલા ઈવેન્ટ યોજાશે

મુંબઈ: ૧૦૩ વર્ષ જૂની વૈશ્વિક મીડિયા બ્રાન્ડ ‘ટાઈમ’ (TIME) દ્વારા ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભારતનું ભવિષ્ય ઘડનારા ૧૦૦ ઉભરતા નેતાઓની પ્રથમ ‘ટાઈમ ૧૦૦ નેક્સ્ટ ઈન્ડિયા ૨૦૨૬’ (TIME100 Next India 2026) યાદી જાહેર કરવામાં આવી છે. ટાઈમ ૧૦૦ નેક્સ્ટની આ પ્રથમ પ્રાદેશિક અને દેશ-વિશિષ્ટ આવૃત્તિ છે, જે પ્રીમિયર પાર્ટનર રિલાયન્સના સહયોગથી રજૂ કરવામાં આવી છે. આ યાદીમાં આર્ટિસ્ટ્સ, ફિનોમ્સ, ઈનોવેટર્સ, લીડર્સ અને એડવોકેટ્સ એમ પાંચ શ્રેણીઓ હેઠળ ભારતના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિત્વોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીની વિશેષ પ્રિન્ટ આવૃત્તિ ૭ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરના ન્યૂઝસ્ટેન્ડ્સ પર ઉપલબ્ધ થશે, જ્યારે તેની ઉજવણી માટે ૧૨ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય ઉદ્ઘાટન ગાલા સમારોહ યોજાશે.

ત્રણ વૈશ્વિક કવર સ્ટોરી અને દિગ્ગજોની કલમ:
આ ઐતિહાસિક અંક માટે ત્રણ અલગ-અલગ વૈશ્વિક કવર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ કવર પર અભિનેત્રી શ્રીમતી આલિયા ભટ્ટ, બીજા કવર પર સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક, સીઈઓ અને સીટીઓ પવનકુમાર ચંદના, જ્યારે ત્રીજા ગ્રુપ કવર પર ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આર્યન ખાન, શ્રીમતી પાયલ કાપડિયા અને થેજા રિયોને સ્થાન મળ્યું છે. આ યાદીની ખાસિયત એ છે કે દરેક વિજેતા વિશે અન્ય જાણીતી હસ્તીઓએ લેખ લખ્યા છે, જેમાં એસ.એસ. રાજામૌલીએ શ્રીમતી આલિયા ભટ્ટ વિશે, વિશાલ ભારદ્વાજે આર્યન ખાન વિશે, એ.આર. રહેમાને ફહીમ અબ્દુલ્લા વિશે, અલ્લુ અર્જુને અનિરુદ્ધ રવિચંદર વિશે, આયુષ્માન ખુરાનાએ વૈભવ સૂર્યવંશી વિશે, ઈમ્તિયાઝ અલીએ વેદાંગ રૈના વિશે, શ્રીમતી ઋચા ચઢ્ઢાએ શ્રીમતી પાર્વતી તિરુવોથુ વિશે અને શ્રીમતી શ્રુતિ ગાંગુલીએ શ્રીમતી કની કુસૃતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે.

રમતગમત ક્ષેત્રના ૯ સિતારાઓનું સન્માન:
આ પ્રતિષ્ઠિત યાદીમાં ભારતના ૯ રમતવીરોને સ્થાન મળ્યું છે. તેમાં યુવા બેટિંગ સનસની વૈભવ સૂર્યવંશી, મહિલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રીમતી હરમનપ્રીત કૌર, ઓલિમ્પિક મેડલ વિજેતા શ્રીમતી લવલીના બોરગોહેન અને શ્રીમતી મીરાબાઈ ચાનુ, વર્લ્ડ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી. ગુકેશ, મહિલા ૪૦૦ મીટર હર્ડલ્સની નેશનલ રેકોર્ડ ધારક શ્રીમતી વિદ્યા રામરાજ, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ તીરંદાજ શ્રીમતી કુમકુમ મોહોદ, મહિલા હોકી ટીમની ગોલકીપર શ્રીમતી સવિતા પુનિયા અને પૂર્વ ટેનિસ સ્ટાર શ્રીમતી સાનિયા મિર્ઝાનો સમાવેશ થાય છે.

બિઝનેસ, મનોરંજન, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ:
બિઝનેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે પવનકુમાર ચંદના ઉપરાંત અલબિન્દર સિંહ ધીંડસા, પિયૂષ બંસલ (લેન્સકાર્ટ), તરુણ મહેતા (એથર એનર્જી), શ્રીમતી રાધિકા ગુપ્તા (એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ), નિખિલ કામથ, અવૈસ અહેમદ, શ્રીમતી અજૈતા શાહ, શ્રીમતી ક્લેર મઝુમદાર, કેશવ સૂરી, લિયો માવેલી, પ્રત્યુષ કુમાર, શ્રેય અગ્રવાલ, શ્રીમતી શ્રેયા મિશ્રા, સિવન સંતોષ અને શ્રીમતી તાન્યા સિંઘલ સામેલ છે. મનોરંજન અને સંગીત જગતમાંથી દિલજીત દોસાંઝ, અનિરુદ્ધ રવિચંદર, વિકી કૌશલ, અલી ફઝલ, શ્રીમતી અનુપર્ણા રોય, શ્રીમતી આરુષિ મુદગલ, શ્રીમતી ઈપ્સિતા ચક્રવર્તી સિંહ, ઈશાન ખટ્ટર, શ્રીમતી નયનતારા, પા. રંજીત, શ્રીમતી સાઈ પલ્લવી, વેદાંગ રૈના, ઝહાન કપૂર, અરિવુ, ફહીમ અબ્દુલ્લા, ઈશાન ઘોષ, શ્રીમતી જસલીન રોયલ અને પ્રતીક કુહાડની પસંદગી થઈ છે.

કલા, સાહિત્ય, વિજ્ઞાન અને પરિવર્તનના વાહકો:
ફેશન, કલા, મીડિયા, સાહિત્ય અને પાકકળા ક્ષેત્રે અનંત ગોએન્કા, અનંત નાથ, શ્રીમતી મસાબા ગુપ્તા, શ્રીમતી રિતિકા ચોપરા, શ્રીમતી ભાવિતા માંડવા, ભવ્ય રમેશ, ચિંતન પંડ્યા, શ્રીમતી દેવી સીતારામ, શ્રીમતી દીપા બુલર-ખોસલા, શ્રીમતી દિયા જૌકાની, હુસૈન શહઝાદ, મયૂર વાયેડા, તુષાર વાયેડા, શ્રીમતી મીના કંદાસામી, શ્રીમતી મીરા દેવી, શ્રીમતી પદ્મા યાંગચન, પ્રતીક સાધુ, શ્રીમતી રિતિકા મર્ચન્ટ, સ્કાર્મા સોનમ તાશી, વિક્રાંત ભીસે અને ઝૈયદ મસરૂર ખાનનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, રેવંત હિમતસિંઘકા, અનીશ માલપાણી, શ્રીમતી અંજના બદ્રીનારાયણન, ડો. અક્સા શેખ, શ્રીમતી આરાધના રાય ગુપ્તા, અસીમ સત્તાર, શ્રીમતી નીના ગુપ્તા, શ્રીમતી નેહા કાલે અને શ્રીમતી સૌમ્યા દબરીવાલને સ્થાન મળ્યું છે. જ્યારે સામાજિક પરિવર્તન માટે આકાશ સેઠી, શ્રીમતી ગ્રેસ બાનુ, કુલદીપ દાંતેવાડિયા અને શ્રીમતી શાહીન મલિકનું સન્માન કરાયું છે.

યુવા ભારતની વૈશ્વિક અસર - ટાઈમનું નિવેદન:
ટાઈમના સીઈઓ શ્રીમતી જેસિકા સિબલીએ જણાવ્યું હતું કે ભારત એવા અસાધારણ નેતાઓનું ઘર છે જેમના વિચારો અને પ્રભાવ દેશ અને દુનિયાના ભવિષ્યને આકાર આપી રહ્યા છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ સેમ જેકોબ્સે વાચકોને લખેલા પત્રમાં નોંધ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે, જેની આકાંક્ષાઓ અને નેતૃત્વ સમગ્ર વિશ્વનું ભવિષ્ય ઘડવામાં મદદ કરશે. ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં યોજાનારા ગાલા કાર્યક્રમમાં શ્રીમતી આલિયા ભટ્ટ, પવનકુમાર ચંદના, શ્રીમતી પાયલ કાપડિયા, આર્યન ખાન અને થેજા રિયો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને ફહીમ અબ્દુલ્લા વિશેષ સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરશે.

(10:29 PM IST)