તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
દુશ્મનની ઊંઘ ઉડાડતી ભારતની મહાશક્તિ: ૧૯૦ પરમાણુ બોમ્બ અને 'ન્યુક્લિયર ટ્રાયએન્ગલ'થી સજ્જ સેના દુશ્મનના ઘરમાં ઘૂસીને પ્રહાર કરવા તૈયાર
'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ'ના સણસણતા રિપોર્ટમાં દાવો: ભારત પાસે જમીન, હવા અને સમુદ્ર એમ ત્રણેય મોરચેથી પરમાણુ હુમલો કરવાની અદભુત ક્ષમતા : 'નો-ફર્સ્ટ-યુઝ' નીતિ જાળવીને પણ શસ્ત્રોનું આધુનિકીકરણ ચાલુ રાખ્યું

નવી દિલ્હી : વૈશ્વિક રાજકારણ અને સૈન્ય વ્યૂહરચનાના મોરચે ભારતની પરમાણુ ક્ષમતાને લઈને એક મોટો અને ભયાનક ખુલાસો થયો છે. 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ' ના તાજેતરના અહેવાલ મુજબ, ભારત પાસે હાલમાં અંદાજે ૧૯૦ પરમાણુ વોરહેડ્સ (બોમ્બ) નો સંગ્રહ છે. જોકે, માત્ર બોમ્બ હોવા પૂરતા નથી, પરંતુ ભારત પાસે તેને દુશ્મનના ઘરમાં ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચાડવા માટેની અત્યાધુનિક ડિલિવરી સિસ્ટમ પણ સજ્જ છે. ભારત પોતાની 'નો-ફર્સ્ટ-યુઝ' (પહેલા હુમલો ન કરવાની) નીતિ પર મક્કમ રહીને પણ પોતાની પરમાણુ શસ્ત્ર પ્રણાલીઓને સતત આધુનિક બનાવી રહ્યું છે, જેથી જરૂર પડ્યે સણસણતો જવાબ આપી શકાય.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો હાન્સ એમ. ક્રિસ્ટેનસેન, મેટ કોર્ડા, એલિયાના જોન્સ અને મેકેન્ઝી નાઈટ-બોયલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ભારત પાસે હવે સંપૂર્ણ રીતે કાર્યરત 'ન્યુક્લિયર ટ્રાયએન્ગલ' (જમીન, હવા અને સમુદ્રથી પરમાણુ પ્રહાર કરવાની ક્ષમતા) છે. જમીન પરથી દાગી શકાય તેવી અગ્નિ શ્રેણીની લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો, આકાશમાંથી હુમલો કરવા માટે મિરાજ ૨૦૦૦, જગુઆર અને ફ્રાન્સ પાસેથી મેળવેલા આધુનિક રાફેલ ફાઇટર જેટ્સ, અને સમુદ્રના ઊંડાણમાં છુપાઈને પ્રહાર કરતી આઇએનએસ અરિહંત જેવી પરમાણુ સબમરીન ભારતની શક્તિમાં અનેકગણો વધારો કરે છે.
અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારત પોતાના વ્યૂહાત્મક શસ્ત્રોની સાચી ક્ષમતાઓ અને ઓપરેશનલ રેન્જને અત્યંત ગુપ્ત રાખે છે, જેના કારણે બહારની કોઈ એજન્સી માટે તેની ખરી ક્ષમતાનો તાગ મેળવવો અશક્ય છે. અમેરિકા સ્ટીલ્થ બોમ્બર્સ (B-2 અને B-21) પર, ચીન H-6 સીરીઝના બોમ્બર વિમાનો પર અને પાકિસ્તાન માત્ર મિસાઇલો અને ફાઇટર જેટ પર નિર્ભર છે; પરંતુ ભારતે આ ત્રણેય ક્ષેત્રોમાં અત્યંત સંતુલિત અને ભેદ ન શકાય તેવું સંરક્ષણ કવચ તૈયાર કર્યું છે. અગાઉના જૂના જગુઆર વિમાનો નિવૃત્ત થતાં હવે રાફેલ આ ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે દુશ્મન દેશો માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહેશે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
