તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભારતનું 'સૌર શક્તિ' પ્રદર્શન: અમેરિકાને પછાડી બન્યું દુનિયાનું નવું એનર્જી પાવરહાઉસ
વર્ષ 2025-26માં ભારતે રેકોર્ડબ્રેક 38 GW સોલાર ક્ષમતા ઉમેરીને રચ્યો ઈતિહાસ : પાકિસ્તાન આખા વર્ષમાં વાપરે તેનાથી વધુ વીજળી તો ભારતે માત્ર સૂર્યપ્રકાશથી પેદા કરી

નવી દિલ્હી: ભારતે ઉર્જા ક્ષેત્રે એક એવી હરણફાળ ભરી છે કે જેણે પશ્ચિમી દેશોના ગર્વને હચમચાવી દીધો છે. વર્ષ 2025-26ના તાજા આંકડા મુજબ, સૌર ઉર્જા ક્ષમતાના વિસ્તરણમાં ભારતે સુપરપાવર અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. ભારતે એક જ વર્ષમાં આશરે 38 ગીગાવોટ (GW) સોલાર એનર્જીની ક્ષમતા વધારી છે, જે આંકડો એટલો વિશાળ છે કે પાકિસ્તાન જેવા પાડોશી દેશોની વર્ષભરની કુલ વીજળીની જરૂરિયાત પણ તેના કરતા ઓછી છે. આ સિદ્ધિએ ભારતને વૈશ્વિક મંચ પર સાચા અર્થમાં "એનર્જી સુપરપાવર" તરીકે સ્થાપિત કરી દીધું છે.
ચાઈનીઝ પ્રભુત્વને તોડવા માટે ભારત સરકારે રમેલા માસ્ટરસ્ટ્રોકે દેશની કાયાપલટ કરી નાખી છે. PLI યોજના હેઠળ ₹26,500 કરોડના રોકાણ અને ચીની આયાત પર કડક નિયંત્રણોને કારણે ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હવે 200 ગીગાવોટને પાર કરી ગઈ છે. આ માત્ર વીજળી ઉત્પન્ન કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ પશ્ચિમી દેશોના ગ્રીડ જ્યારે ગરમી સામે હાંફી રહ્યા છે, ત્યારે ભારતનું "ક્લાઇમેટ રેઝિલિયન્ટ મેગા ગ્રીડ" અડીખમ ઊભું છે. એપ્રિલ 2026ની કાળઝાળ ગરમીમાં જ્યારે વીજળીની માંગ 256 ગીગાવોટના ઐતિહાસિક સ્તરે પહોંચી, ત્યારે આ સોલાર પાવરે જ ગ્રીડને તૂટતા બચાવી લીધું હતું.
ભારતની આ સફળતા વિશ્વ માટે એક કેસ સ્ટડી બની ગઈ છે. જ્યાં વિકસિત દેશોનું જૂનું માળખું આબોહવા પરિવર્તનના પડકારો સામે નિષ્ફળ જઈ રહ્યું છે, ત્યાં ભારતનું આધુનિક અને પર્યાવરણને અનુકૂળ ગ્રીડ ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા સજ્જ છે. પશ્ચિમી દેશો જે 20મી સદીની ટેકનોલોજી પર નિર્ભર છે, તેમની સામે ભારતની 21મી સદીની આ "સૌર ક્રાંતિ" એક નવો રસ્તો બતાવી રહી છે. હવે ભારત માત્ર વીજળીનો ગ્રાહક નથી રહ્યો, પરંતુ વિશ્વને ઉર્જાના પાઠ ભણાવતું વૈશ્વિક પાવરહાઉસ બની ગયું છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
