<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

સ્‍માર્ટ શહેરોની નવી વૈશ્વિક રેન્‍કિંગમાં ભારતનો ડંકોઃ ટોપ લિસ્‍ટમાં દેશના ૩ મેટ્રો સિટીનો સમાવેશ

વિશ્વના સૌથી બુદ્ધિશાળી શહેરોની યાદીમાં લંડન ટોચ પર છે, જ્‍યારે આ ક્રમમાં ભારતના દિલ્‍હી, બેંગલુરુ અને મુંબઈનો પણ સમાવેશ થાય છે

હૈદરાબાદ,તા.૨૯: આજે, કોઈ પણ શહેર ફક્‍ત તેની મોટી ઇમારતો અથવા રસ્‍તાઓને કારણે સ્‍માર્ટ નથી બનતું. ખરેખર સ્‍માર્ટ સિટી એ છે જે તેના લોકોનું જીવન સરળ બનાવવા માટે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) નો અસરકારક રીતે ઉપયોગ કરે છે. પ્રખ્‍યાત બોસ્‍ટન કન્‍સલ્‍ટિંગ ગ્રુપ (BCG)એ આ વિષય પર ઇન્‍ટેલિજન્‍ટ સિટીઝ ઇન્‍ડેક્‍સ ૨૦૨૬ નામનો એક નવો રિપોર્ટ બહાર પાડ્‍યો છે. આ રિપોર્ટમાં વિશ્વભરના ૩૯ દેશોના ૬૧ મુખ્‍ય શહેરોનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો છે.

આ નવી વૈશ્વિક યાદીમાં, બ્રિટનની રાજધાની લંડનને વિશ્વના સૌથી બુદ્ધિશાળી શહેર તરીકે પસંદ કરવામાં આવ્‍યું છે. લંડન પછી, દુબઈ, ન્‍યુ યોર્ક, વોશિગ્‍ટન ડીસી અને એમ્‍સ્‍ટરડેમ વિશ્વના ટોચના પાંચ શહેરોમાં સામેલ છે. આ બધા શહેરોએ તેમના નાગરિકોની સુવિધા માટે ડિજિટલ ટેકનોલોજીને ઊંડાણપૂર્વક અપનાવી છે.

ભારતના ત્રણ સૌથી અગ્રણી શહેરોને આ વૈશ્વિક યાદીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે, જે દેશ માટે ખૂબ જ સકારાત્‍મક સંકેત છે.

દિલ્‍હી (૪૩મું સ્‍થાન): ભારતીય શહેરોમાં, રાજધાની દિલ્‍હી યાદીમાં ટોચ પર છે. દિલ્‍હીએ ૧૦૦માંથી ૫૯ ગુણ મેળવ્‍યા છે. દિલ્‍હીએ સરકારી સેવાઓને ઓનલાઈન લાવવા અને વીજળી અને પાણી જેવી મૂળભૂત સેવાઓમાં નવી ટેકનોલોજી ઉમેરવામાં નોંધપાત્ર સુધારા કર્યા છે.

બેંગલુરુ (૪૬મું સ્‍થાન): ભારતની આઈટી રાજધાની તરીકે ઓળખાતા બેંગલુરુને પણ ૫૯ પોઈન્‍ટ મળ્‍યા છે, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્‍યાઓના કારણે, તે દિલ્‍હીથી ત્રણ સ્‍થાન પાછળ ૪૬મા ક્રમે રહ્યું. બેંગલુરુ તેના મજબૂત સ્‍ટાર્ટઅપ વાતાવરણ અને તેની યુવા ટેક પ્રતિભાને કારણે આ યાદીમાં સ્‍થાન મેળવવામાં સફળ રહ્યું.

મુંબઈ (૫૧મું સ્‍થાન): ભારતની આર્થિક રાજધાની, મુંબઈ, ૫૭ પોઈન્‍ટ સાથે ૫૧મા ક્રમે છે. જોકે મુંબઈનું એકંદર રેન્‍કિંગ અન્‍ય બે ભારતીય શહેરો કરતા થોડું પાછળ છે, તેણે એક ખાસ બાબતમાં વિશ્વને આヘર્યચકિત કર્યું.

આ રિપોર્ટમાં મુંબઈ શહેરની પ્રશંસા એક ચોક્કસ કારણસર કરવામાં આવી છે. વાસ્‍તવિક જીવનમાં ટેકનોલોજીના અમલીકરણની દ્રષ્ટિએ મુંબઈ વિશ્વના સૌથી ગતિશીલ શહેરોની યાદીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે. અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈએ તેના નાગરિકો માટે નવી ટેકનોલોજી લાવવામાં માન્‍ચેસ્‍ટર અને બોસ્‍ટન જેવા અત્‍યંત વિકસિત શહેરો સાથે કદમ મિલાવ્‍યું છે. તેની વિશાળ વસ્‍તી હોવા છતાં, મુંબઈએ બસો, લોકલ ટ્રેનો, ટ્રાફિક વ્‍યવસ્‍થાપન અને ઈમર્જન્‍સી સેવાઓમાં ખ્‍ત્‍ અને સ્‍માર્ટ એપ્‍લિકેશનોનો નોંધપાત્ર ઉપયોગ કર્યો છે.

ટેકનોલોજી અપનાવવામાં મુંબઈ વિશ્વમાં અગ્રેસર વિશ્વના ટોચના ૫ શહેરોનો સ્‍કોર

શહેર                સ્‍કોર

લંડન                ૮૫

દુબઈ               ૮૦

ન્‍યૂ યોર્ક     ૮૦

વોશિગ્‍ટન ડીસી      ૮૦

એમ્‍સ્‍ટરડેમ  ૮૦

BCG એ શહેરોનું મૂલ્‍યાંકન કરવા માટે પાંચ મુખ્‍ય માપદંડો વિકસાવ્‍યા, અને દરેક ક્ષેત્રમાં એક અલગ શહેર ચેમ્‍પિયન તરીકે ઉભરી આવ્‍યું.

(10:32 AM IST)