<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ભારતના મોસ્‍ટ વોન્‍ટેડ ગેંગસ્‍ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ

હત્‍યા, ખંડણી અને સંગઠિત ગુનાના અનેક કેસોમાં વોન્‍ટેડ હતો

 

નવી દિલ્‍હી,તા.૨૪: ભારતના મોસ્‍ટ વોન્‍ટેડ ગેંગસ્‍ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ, એલ્‍વિશ યાદવના ઘરે ફાયરિગ સહિત અનેક કેસ નોંધાયા. હત્‍યા, ખંડણી અને અસંખ્‍ય સંગઠિત ગુનાના કેસોમાં આરોપી ભારતના મોસ્‍ટ-વોન્‍ટેડ ગેંગસ્‍ટર હિમાંશુ ભાઉની યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં ફેડરલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાઉને જેલમાં બંધ ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈનો નજીકનો હરીફ માનવામાં આવે છે. તે ઘણા સમયથી દિલ્‍હી અને હરિયાણા પોલીસની મોસ્‍ટ-વોન્‍ટેડ યાદીમાં ટોચ પર છે.

હત્‍યા, ખંડણી અને અસંખ્‍ય સંગઠિત ગુનાના કેસોમાં આરોપી ભારતના મોસ્‍ટ-વોન્‍ટેડ ગેંગસ્‍ટર હિમાંશુ ભાઉની યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં ફેડરલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાઉને જેલમાં બંધ ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈનો નજીકનો હરીફ માનવામાં આવે છે. તે ઘણા સમયથી દિલ્‍હી અને હરિયાણા પોલીસની મોસ્‍ટ-વોન્‍ટેડ યાદીમાં ટોચ પર છે.

ઇન્‍ટરપોલે હિમાંશુ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. ભારતીય સુરક્ષા એજન્‍સીઓ હવે તેની કસ્‍ટડી અને ભારત પ્રત્‍યાર્પણ માટે યુએસ અધિકારીઓનો સંપર્ક કરી રહી છે.

હિમાંશુ ભાઉ પર હત્‍યા, અપહરણ અને ખંડણીના અનેક કેસ છે, અને હરિયાણા, દિલ્‍હી અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા તેના ગેંગના સભ્‍યોએ એલ્‍વિશ યાદવના ઘરે ગોળીબારની જવાબદારી સ્‍વીકારી હતી.

પોલીસ તપાસ મુજબ, હિમાંશુ ભાઉએ ભારત છોડવા માટે બનાવટી દસ્‍તાવેજોનો ઉપયોગ કરીને નકલી પાસપોર્ટ મેળવ્‍યો હતો. તે પોર્ટુગલથી પોતાનું સિન્‍ડિકેટ ચલાવતો હતો, દિલ્‍હીના કુખ્‍યાત નીરજ બાવાના અને નવીન બાલી ગેંગ સાથે મળીને કામ કરતો હતો.

તિહાર જેલમાં બંધ લોરેન્‍સ બિશ્નોઈ ગેંગના વધતા પ્રભાવને પડકારવા માટે, હિમાંશુ ભાઉએ દિલ્‍હી-એનસીઆર અને હરિયાણામાં પોતાનું ભયાનક નેટવર્ક બનાવ્‍યું હતું.

 

(10:04 AM IST)