News of Monday, 21st September 2026
ભારતના એક માસ્ટરસ્ટ્રોકથી નેપાળી અર્થતંત્રને મોટો ફટકો: ૧૦ અબજ રૂપિયાનું નુકસાન વેઠ્યા બાદ ડ્યુટી હટાવવા દિલ્હીના શરણે પહોંચ્યું નેપાળ
આંતર-સરકારી સબ-કમિટીની બેઠકમાં શણ અને સ્ટીલ પર લાદવામાં આવેલી સેફગાર્ડ ડ્યુટી રદ કરવા નેપાળના કાલાવાલા: ભારતે કાનૂની પ્રક્રિયાઓને આધીન ટેકનિકલ બેઠકો દ્વારા ઉકેલ લાવવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હી, તા.૨૧: ભારત સરકાર દ્વારા સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે લેવાયેલા એક કડક નિર્ણસયને કારણે પડોશી દેશ નેપાળની આર્થિક કમર ભાંગી ગઈ છે. ભારત દ્વારા શણ અને સ્ટીલ ઉત્પાદનો પર લાદવામાં આવેલી 'સેફગાર્ડ ડ્યુટી'ને કારણે નેપાળને એક જ વર્ષમાં ૧૦ અબજ નેપાળી રૂપિયાથી વધુનું નિકાસ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તોંગી આર્થિક ફટકા બાદ હવે નેપાળે દિલ્હીમાં યોજાયેલી ભારત-નેપાળ આંતર-સરકારી સબ-કમિટીની બેઠકમાં ભારત સમક્ષ વિનંતી કરીને આ કડક ડ્યુટી નાબૂદ કરવા ગુહાર લગાવી છે.
નવી દિલ્હી ખાતે ૧૬-૧૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નેપાળના ઉદ્યોગ, વાણિજ્ય અને પુરવઠા મંત્રાલયના સંયુક્ત સચિવ બુદ્ધ બહાદુર ગુરુદની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે ભારતીય વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ ઉજ્જવલ કુમાર ઘોષ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. નેપાળ ટ્રેડ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન સેન્ટરના આંકડા મુજબ, ભારતની સેફગાર્ડ ડ્યુટીના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નેપાળની લોખંડ અને સ્ટીલની નિકાસ ૬૨.૪૩ ટકા જેટલી ઘટીને માત્ર ૬.૧૪ અબજ રૂપિયા રહી ગઈ છે, જે અગાઉ ૧૬.૩૫ અબજ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૫થી ભારતે ત્રણ વર્ષ માટે ચીન, વિયેતનામ અને નેપાળથી આવતા વિશિષ્ટ સ્ટીલ ઉત્પાદનો પર ૧૧ થી ૧૨ ટકા સુધીની સેફગાર્ડ ડ્યુટી લાદેલી છે.
ભારત પર અતિ-નિર્ભરતા અને ટેકનિકલ વાટાઘાટોથી ઉકેલની આશા
બેઠક દરમિયાન ભારતીય પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે વેપાર નિયંત્રણ સંબંધિત પગલાં સંપૂર્ણપણે કાનૂની અને તપાસ પ્રક્રિયા હેઠળ લેવાયેલા છે. ભારતે નેપાળ પાસેથી આ અંગેના જરૂરી ડેટાની માંગણી કરી છે, જેનું ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા પરીક્ષણ કરવામાં આવશે. ભારત નેપાળનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને તેના કુલ વિદેશી વેપારમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ જ બેઠકમાં ભારતે પણ નેપાળ પાસે પોતાના કૃષિ, ડેરી અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટે નેપાળી બજારમાં સરળ પ્રવેશ અને કસ્ટમ પ્રક્રિયાઓ સુચારૂ બનાવવાની માંગ મૂકી છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
