તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
બાંગ્લાદેશના 'હસ્તીના પેટ' જેવા નખરાં સામે ભારતનો માસ્ટરસ્ટ્રોક: 'હિલ્સા' માછલી માટે તરસાવતા પાડોશી દેશને ગુજરાતે ભણાવ્યો પાઠ, હવે ભારતમાંથી જઈ રહી છે નિકાસ!
શેખ હસીના ગયા બાદ બાંગ્લાદેશે દુર્ગા પૂજામાં હિલ્સા આપવાની ના પાડી તો ભારતે સામેથી દરવાજા ખોલ્યા; ગુજરાતના ભરૂચથી ૫૦૦ ટન માછલી બાંગ્લાદેશ મોકલાઈ

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે દરિયાઈ વેપાર અને મુત્સદ્દીગીરીના મોરચે એક અત્યંત રસપ્રદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે દુર્ગા પૂજાના પાવન અવસરે પશ્ચિમ બંગાળના લોકો માટે અતિ પ્રિય એવી સ્વાદિષ્ટ 'હિલ્સા' (ઇલિશ) માછલી મોકલવામાં નખરાં કરતા અને નિકાસ પર પ્રતિબંધ લાદતા બાંગ્લાદેશને ભારતે કાયમી પાઠ ભણાવ્યો છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ તારિક રહેમાનની સરકારે આ વર્ષે પણ હિલ્સાની ભારતમાં નિકાસ રોકી દીધી હતી, પરંતુ ભારતે આખો પાસો પલટી નાખીને હવે સામેથી બાંગ્લાદેશમાં હિલ્સા માછલીની નિકાસ શરૂ કરી દીધી છે!
ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે ભારતથી બાંગ્લાદેશમાં હિલ્સા માછલીનો મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાની અંદર જ પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા પેટ્રાપોલ લેન્ડ પોર્ટ દ્વારા આશરે ૫૦૦ ટન હિલ્સા માછલી બાંગ્લાદેશ મોકલવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ માછલીનો મોટો જથ્થો પશ્ચિમ બંગાળ નહીં પરંતુ આપણા ગુજરાતના ભરૂચ વિસ્તારમાંથી સપ્લાય થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત અને હાવડા ફિશ માર્કેટ મારફતે વધુ ૧૫૦ થી ૨૦૦ ટન માછલી બાંગ્લાદેશ મોકલવાની વેપારીઓની ગણતરી છે.
બાંગ્લાદેશના ચિત્તાગોંગ, સિલહટ અને અન્ય જિલ્લાઓમાં ભારતીય હિલ્સા માછલી, ખાસ કરીને ઈંડા ધરાવતી (રો) માછલીની અતિશય ભારે માંગ જોવા મળી રહી છે. જે બાંગ્લાદેશ પદ્મા નદીની હિલ્સા માછલીના નામે ભારત સામે દાદાગીરી કરતું હતું, તે જ દેશના નાગરિકો હવે ગુજરાતની નર્મદા અને દરિયાઈ વિસ્તારની હિલ્સા માછલીના સ્વાદના દીવાના બન્યા છે. ભારતનો આ ગૌરવપૂર્ણ વળતો પ્રહાર દર્શાવે છે કે વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે ભારત હવે પોતાના આત્મનિર્ભર પગલાંથી પાડોશી દેશોની શરતો અને મનમાનીને સણસણતો જવાબ આપી શકે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
