<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ભારતના ઉત્‍પાદન અને સેવા ક્ષેત્રે સપ્‍ટેમ્‍બરમાં ઝડપી સુધારોઃ સંયુક્‍ત ખરીદ વ્‍યવસ્‍થાપક સૂચકાંક વધીને ૫૬.૫ના સ્‍તરે પહોંચ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતના ઉત્‍પાદન ક્ષેત્રનો પ્રારંભિક ખરીદ વ્‍યવસ્‍થાપક સૂચકાંક સપ્‍ટેમ્‍બરમાં વધીને ૫૫.૭ થયો છે, જે છેલ્લા સાત મહિનાનો સર્વોચ્‍ચ સ્‍તર છે. ઓગસ્‍ટમાં આ આંકડો ૫૨.૮ હતો. સેવા ક્ષેત્રનો સૂચકાંક વધીને ૫૫.૮ અને સંયુક્‍ત સૂચકાંક ૫૬.૫ થયો છે.

સૂચકાંક ૫૦થી ઉપર રહેવાનો અર્થ વ્‍યવસાયિક પ્રવળત્તિમાં વિસ્‍તરણ થાય છે. નવા ઓર્ડર, ઉત્‍પાદન, રોજગારી અને ગ્રાહક માગમાં સુધારાથી ખાનગી ક્ષેત્રની વળદ્ધિને વેગ મળ્‍યો છે. ઉત્‍પાદન ક્ષેત્રમાં સેવા ક્ષેત્ર કરતાં વધુ ઝડપી સુધારો નોંધાયો છે. જોકે કાચા માલના ખર્ચ અને મોંઘવારીનું દબાણ હજુ પડકારરૂપ છે.

(4:16 PM IST)