તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
વિશ્વસુંદરી બનવા ભારતની કાઝિયાラપાકિસ્તાનની મિસ્બાહ વચ્ચે મુકાબલો
બંને દેશોની સ્પર્ધકો એક જ આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળવાની હોવાથી લોકોમાં અત્યારથી જ ઉત્સુકતા

નવી દિલ્હી, તા. ૬ : દુનિયાભરમાં સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાની ચર્ચા કરાવતી મિસ યુનિવર્સ સ્પર્ધા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે આ સ્પર્ધા ભારત અને પાકિસ્તાનના કારણે ખાસ રસપ્રદ બનવા જઈ રહી છે. કારણ કે મિસ યુનિવર્સ ૨૦૨૬ના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કાજિયા લિઝ મેજો કરવા જઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાન તરફથી મિસ્બાહ અરશદ સ્પર્ધામાં ભાગ લેશે. બંને દેશોની સ્પર્ધકો એક જ આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળવાની હોવાથી લોકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતની કાજિયા લિઝ દેશનું નામ રોશન કરવા માટે તૈયાર છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૬નો ખિતાબ જીત્યા બાદ હવે તેમની નજર આંતરરાષ્ટ્રીય તાજ પર છે.
કાઝિયા લિઝ મેજો એ ‘મિસ યુનિવર્સ મીડિયા ૨૦૨૬' મૂળ કેરત કેરળ રાજ્યના છે. તેમનું બાળપણ સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં વીત્યું છે. તેણી વ્યાવસાયિક મોડેલ, કલાકાર અને નૃત્ય નૃત્યકાર પણ છે, આ ખિતાબ જીતનારાઓ કેરળના પ્રથમ સ્પર્ધક છે. પહેલા તેઓ 'મિસ ટીન ઇન્ટરનેશનલ ૨૦૨૫ માં ફર્સ્ટ રનર-અપ પણ રહી ચૂક્યા છે.તેમનું બાળપણ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબીમાં વીત્યું છે.
મિસ યુનિવર્સ ૨૦૨૬ની સ્પર્ધા માટે ભારતની કાજિયા લિઝ મેજો પ્યુર્ટો રિકો જવા રવાના થઈ ગઈ છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની કેટલીક ખાસ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં કાજિયા એરપોર્ટ પર સુંદર સાડી પહેરીને જોવા મળી રહી છે. તેમના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો પણ જોવા મળે છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સાડીમાં સજ્જ થઈને હાથમાં તિરંગો લઈને ભારતનું ગૌરવ વધારવા માટે આગળ વધી રહ્યાં છે.
કાજિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૬નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત બાદ હવે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. હવે તેઓ વિશ્વભરની સુંદર અને પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મિસ યુનિવર્સ ૨૦૨૬માં ભારતની કાજિયા લિઝની સાથે પાકિસ્તાનની મિસ્બાહ અરશદ પણ ભાગ લેવા જઈ રહી છે. આ કારણે બંને દેશોની સ્પર્ધકોને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હોય કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, બંને દેશોના લોકોની નજર હંમેશાં એકબીજાના પ્રદર્શન પર રહેતી હોય છે. હવે સૌંદર્ય સ્પર્ધામાં પણ બંને દેશોની પ્રતિનિધિઓ એક જ મંચ પર જોવા મળશે. મિસ્બાહ અરશદ પણ આ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે.
આ વખતે મિસ યુનિવર્સની સ્પર્ધા પ્યુર્ટો રિકોમાં યોજાવાની છે. દુનિયાભરના અનેક દેશોની સ્પર્ધકો આ મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભારતની કાજિયા લિઝ માટે આ એક મોટી તક છે. હવે ચાહકોને એ જાણવાની આતુરતા છે કે કાજિયા લિઝ મિસ યુનિવર્સ ૨૦૨૬માં કેવું પ્રદર્શન કરશે અને શું તેઓ ભારત માટે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તાજ જીતી શકશે? બીજી તરફ પાકિસ્તાનની મિસ્બાહ અરશદના પ્રદર્શન પર પણ લોકોની નજર રહેશે. બંને દેશોની સ્પર્ધકોની હાજરીને કારણે આ વખતની સ્પર્ધા વધુ ચર્ચામાં રહેવાની શક્યતા છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
