તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ભારતના વૈશ્વિક ‘હીરો' પાયલોટ સ્મિતને પુષ્કળ લોહી વહી ગયું હતું: પિતા ઉપેન્દ્રભાઈની ‘અકિલા' સાથે વાતચીત
સાથી કો-પાયલોટ હમ્મામી સ્મિતને છરીના આડેધડ ‘ઘા' મારતો રહ્યો અને સ્મિત હથેળીમાં ‘ઘા'' ઝીલતો રહ્યોઃ આખી હથેળી ચીરાઇ ગઈ છેઃ શરીરમાં બીજે લાગેલા ઘા રૂઝાવા લાગ્યા છેઃ પણ હથેળીની પીડા અસહ્ય

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૫: વિશ્વભરમાં હીરો બની ગયેલા ભારતના પાયલોટ સ્મિત મચ્છરને કો પાયલટ અચાનક છરાના ધા મારવા લાગ્યો ત્યારે ઝપાઝપી દરમિયાન સ્મિતને હથેળીમાં ગંભીર ઈજા પહોંચી હોવાનુ સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈએ ‘‘અકિલા''ને જણાવ્યુ હતુ.
ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ વિમાન ઉડતુ હતુ ત્યારે સાથી પાયલટે નમાઝ પઢી અચાનક જ છરી કે બીજા ધારદાર હથીયારથી પહેલો ઘા પાછળથી કાનની પાછળ માર્યો હતો પણ સદનસીબે એ ઘા બહુ ઉંડો ન લાગતા સ્મિત પણ પ્રતીકાર કરવા લાગ્યો હતો.
સાથી પાઇલોટ સ્મિતને આડેધડ ધારદાર હથીયારથી ઘા મારવા લાગ્યો હતો તે દરમિયાન સ્મિત પોતાનો એક હાથ ‘‘ઘા'' જીલવા આડો દેતો હતો અને બીજા હાથથી વિમાનમા લાગેલી ઈમરજન્સી સ્વીચો દબાવવા લાગ્યો આ દરમિયાન હથેળીમાં અને કાંડા પાસે અનેક ઘા લાગ્યા હોય લોહી ખુબજ વહી ગયું હતું આમ છતાં એક હાથે ‘‘ઘા'' જિલતો રહ્યો અને બીજા હાથે વિમાનના ઇમર્જન્સી બટનો દબાવતો રહ્યો હતો બાદમાં કોકપીટનો દરવાજો ખોલી નાખતા બહારની મદદ મળી જતા બધાના જીવ બચી ગયા હતા. તેમ સ્મિતના પિતા ઉપેન્દ્રભાઇએ ‘‘અકિલા''ને જણાવ્યુ હતું.
હથેળી સહીત સ્મિતને કાનની પાછળ, છાતીમાં, પેટ સહિત શરીરની બીજી જગ્યાએ ઈજા થઈ છે જ પરંતુ હજુ હાથની ઇજા વધુ હોવાનું પિતા ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ છરીના ઘા હાથથી જીવતો હોય હથેળી ચિરાઈ ગઈ છે કાનની પાછળ છાતીમાં કે પેટમાં વાગેલા ઘા ની પીડા હાલ સ્મિતને નથી પરંતુ હથેળીની પીડા વધુ પડતી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
હોસ્પિટલ સત્તાવાળાઓ સ્મિતના પરિવારજનોને શરૂઆતમાં થોડો સમય મળવા દેતા હતા પરંતુ હવે એક કલાક સુધી સ્મિતની સાથે ઉપેન્દ્રભાઈને અને પરીવારના સભ્યોને બેસવા પણ દેવાય છે.
હાલ સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને સ્મિતના દાદા કિશોરભાઈનો દીકરો ભાવિક જે પણ પાયલોટ છે અને ભારતમા જ રહે છે તેઓ દુબઈ ખાતે રોકાયા છે જ્યારે સ્મિત તેમના પત્ની સોનલબેન અને પુત્ર અને પુત્રી સાથે દુબઈ ખાતે જ રહે છે.
હથેળીમાં થયેલી ઇજા વધુ પડતી હોય હાલ સ્મિતને તાત્કાલિક હોસ્પિટલમાંથી રજા મળવાની શકયતા ઓછી છે જો કે હાલ સ્મિતની સલામતીને ધ્યાને રાખી દુબઈના સત્તાવાળાઓ પણ સ્મિતને તાત્કાલિક હોસ્પિટલમાંથી રજા પણ નહીં આપે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અધિકારીના કહેવા મુજબ સાથી પાયલોટ હમામ અલ-હમ્મામીની વિમાન હાઈજેક કરી વિમાન ક્રેશ કરવાની સંપુર્ણ તૈયારી હતી ત્યારે સ્મિત મચ્છર કે જે આ ઘટનાને અંજામ આપતા પહેલા પાર કરવાનુ પ્રથમ પગથીયુ હતુ ત્યારે સાથી પાઇલોટ હમામ અલ-હમ્મામીએ કેટલા જનુનથી સ્મિત ઉપર ‘‘ઘા'' કર્યા હશે તે કલ્પનાથી ધ્રુજારી આવી જાય છે.(૨.૬)
કુળદેવીમાં, જાદવબાપા અને વિશ્વભરમાં થઈ રહેલી પ્રાર્થના સ્મિતને જલ્દી સાજો કરી દેશે
આટકોટ તા.૫: સ્મિતને હિંમત આપવા અને વ્હાલનો દરીયો વહાવવા હાલ દુબઈ રોકાયેલા સ્મિતના પિતા પણ અત્યંત ધાર્મિક છે અને ઈશ્વર ઉપર પુર્ણ શ્રધ્ધા ધરાવે છે.
સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈ અંતમાં ‘‘અકીલા''ને જણાવ્યું હતું કે વિશ્વભરમાં સમગ્ર મચ્છર પરિવારનુ અને ભારતનુ ગોૈરવ વધારનાર સ્મિત માટે થઈ રહેલી પ્રાર્થના,આશીર્વાદ,અમારા વડવા ‘‘જાદવબાપા'' અને કુળદેવી માતાના આશીર્વાદથી સ્મિત જલ્દી આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. (વિજય વસાણી, અકિલા દ્વારા)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
