<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ભારતના જંગલોમાં હાથીઓની દુનિયાની સૌથી મોટી વસતીઃ દેશમાં અંદાજે ૨૨,૪૪૬ જંગલી એશિયાઈ હાથીનું ગૌરવપૂર્ણ અસ્તિત્વ

વિશ્વના લગભગ સાઠ ટકા જંગલી એશિયાઈ હાથી ભારતમાંઃ તેત્રીસ અભયારણ્ય અને દોઢસો માન્ય આવાગમન માર્ગ સુરક્ષાકવચ

નવી દિલ્હી: અખિલ ભારતીય વૈજ્ઞાનિક ગણતરીમાં દેશની જંગલી હાથી વસતી ૨૨,૪૪૬ અંદાજવામાં આવી છે.

વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલી સંકલિત અખિલ ભારતીય હાથી વસતી ગણતરી અનુસાર ભારત વિશ્વના લગભગ સાઠ ટકા જંગલી એશિયાઈ હાથીઓનું ઘર છે. આ કારણે વૈશ્વિક સ્તરે આ પ્રજાતિના સંરક્ષણમાં દેશની ભૂમિકા નિર્ણાયક છે. દેશમાં ચૌદ રાજ્યોમાં તેત્રીસ હાથી અભયારણ્ય અને વૈજ્ઞાનિક રીતે માન્ય દોઢસો આવાગમન માર્ગ છે.

હાથી જંગલના પર્યાવરણમાં બીજ પ્રસરણ, વનસ્પતિ સંતુલન અને જૈવવિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. બીજી તરફ વસવાટ વિસ્તાર ઘટવો, રેલ અને માર્ગ અકસ્માત, વીજપ્રવાહ તથા માનવ-હાથી ઘર્ષણ ગંભીર પડકાર છે. નવી ગણતરીની પદ્ધતિ વર્ષ ૨૦૧૭ કરતાં જુદી હોવાથી બંને આંકડાની સીધી સરખામણી યોગ્ય નથી

(9:49 PM IST)