<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ગોલ્ડ રિઝર્વ વધતા ભારતનું વિદેશી હૂંડિયાણનો ભંડાર 6 અબજ ડોલર વધી 696.988 અબજ ડોલરે પહોંચ્યું

સોનાના ભંડારમાં $5.637 બિલિયનનો વધારો થઈને 120.85 બિલિયન ડોલર પર પહોંચ્યો:આ ભારતીય ચલણમાં રૂપિયા 11.42 લાખ કરોડ બરાબર છે.

મુંબઈ :દેશના વિદેશી હૂંડિયાણમાં ભારે મુશ્કેલી વચ્ચે પણ ઉછાળો આવ્ય છે અને આ સાથે દેશનું ફોરેક્સ રિઝર્વ ફરી વખત 700 અબજ ડોલરની નજીક પહોંચી ગયું છે. ફોરેક્સ રિઝર્વ વધારવામાં સોનાએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. 

રિઝર્વ બેંક તરફથી જાહેર માહિતી પ્રમાણે 8મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયાણનો ભંડાર 6 અબજ ડોલર વધીને 696.988 અબજ ડોલર પહોંચી ગયું છે. આ પૈકી 5 અબજ ડોલરના મૂલ્યનો ગોલ્ડ રિઝર્વમાં ઉછાળો નોંધાયો છે.

 

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 8 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 6.295 બિલિયન ડોલર વધીને 696.988 બિલિયન ડોલર થયો છે જે અગાઉના સપ્તાહની સરખામણીમાં છે. આ રકમ ભારતીય ચલણમાં રૂપિયા 65.86 લાખ કરોડ જેટલી છે. સપ્તાહ દરમિયાન અનામતના ચારેય ઘટકોમાં વધારો જોવા મળ્યો. વિદેશી ચલણની સંપત્તિ 562 મિલિયન ડોલર વધીને 552.387 બિલિયન ડોલર થઈ છે, જે ભારતીય ચલણમાં રૂપિયા 52.2 લાખ કરોડ જેટલી છે. SDR અને IMF સહિત અનામત સ્થિતિમાં કુલ 100 મિલિયન ડોલરનો વધારો થયો છે.

ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા પહેલા 27 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ અનામત 728.494 બિલિયન ડોલરની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ત્યારથી અનામતમાં તીવ્ર ઘટાડો થયો છે, યુદ્ધ દરમિયાન 40 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. ત્યારથી વધઘટ ચાલુ રહી છે અને 1 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અનામત 7.794 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.

અઠવાડિયા દરમિયાન અનામતમાં મોટાભાગનો વધારો સોનાનો હતો. અઠવાડિયા દરમિયાન સોનાના ભંડારમાં $5.637 બિલિયનનો વધારો થયો, જે 120.85 બિલિયન ડોલર પર પહોંચ્યો છે. આ ભારતીય ચલણમાં રૂપિયા 11.42 લાખ કરોડ બરાબર છે.

(12:45 AM IST)