<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ભારતની સૌપ્રથમ હાઈડ્રોજન ટ્રેન હવે પાટા પર દોડવા તૈયાર ;ટ્રેનની તસવીરો વાયરલ : કાલે પીએમ મોદી કરશે ઉદઘાટન

વડાપ્રધાન મોદી હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી તેને લીલી ઝંડ આપી રવાના કરશે.

ભારતની સૌ પ્રથમ હાઈડ્રોજન ટ્રેન હવે પાટા પર દોડવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 17 જુલાઈના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી તેને લીલી ઝંડ આપી રવાના કરશે.
આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે. તે આશરે 89 કિમી સફર આશરે 2 કલાકમાં પૂરી કરશે. માર્ગમાં તે 12 સ્ટેશન પર ઉભી રહેશે. તેમાં જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભમ્બેવા, ઈશાપુર ખેડી, બુટાના, ખંદરાઈ, ગોહાના, રભડા,લાઠ, મોહાના અને બડવાસીનો સમાવેશ થાય છે.
ટ્રેનનું ભાડુ રૂપિયા 5થી શરૂ થશે અને રૂપિયા 25 સુધી રહેશે. જોકે આ ટ્રેનનું 17 જુલાઈના રોજ ઉદઘાટન થશે. પણ યાત્રીઓ માટે નિયમિતપણે આ ટ્રેન ક્યારે શરૂ થશે તે અંગે અત્યારે તો કોઈ જાહેરાત થઈ નથી. આ ટ્રેનને ભારતમાં ડિઝાઈન કરવામાં આવી છે અને તૈયાર કરવામાં આવી છે.

(11:19 PM IST)