હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો: ઉર્જા સ્ત્રોતોના વૈવિધ્યકરણથી આંતરરાષ્ટ્રીય સંકટને મ્હાત આપતું ભારત!
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં 'સિટી ઈન્ડિયા કોન્ફરન્સ 2026' માં ભારતની આર્થિક સ્થિરતા અને ભવિષ્યના રોકાણની બ્લુપ્રિન્ટ રજૂ કરી; 100 ઔદ્યોગિક ઉદ્યાનો અને 130 અબજ ડોલરના ઈન્ફ્રા પ્રોજેક્ટ્સની જાહેરાત

મુંબઈ, તા. 04 જૂન, 2026: વૈશ્વિક અર્થતંત્રમાં ડહોળાયેલી સ્થિતિ અને પશ્ચિમ એશિયાના ઉર્જા પુરવઠામાં આવતા અવરોધો છતાં ભારતે પોતાની આર્થિક સ્થિરતા અકબંધ રાખી છે. મુંબઈમાં આયોજિત 'સિટી ઈન્ડિયા કોન્ફરન્સ 2026' ને વર્ચ્યુઅલ રીતે સંબોધતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં કરવામાં આવેલા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને ઉર્જા સ્ત્રોતોના વૈવિધ્યકરણ (Diversification) ના કારણે ભારત આંતરરાષ્ટ્રીય ઉર્જા સંકટને સફળતાપૂર્વક પચાવી શક્યું છે.
ભારત: વિશ્વનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત આજે વિશ્વના સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે છેલ્લા ચાર વર્ષમાં 38 વિકસિત અર્થતંત્રો સાથે થયેલા નવ મુક્ત વેપાર કરારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ કરારો ભારતની વિકાસ ગાથાને વૈશ્વિક કક્ષાએ લઈ જઈ રહ્યા છે. હ્યુન્ડાઇ અને JCB જેવા ઉદાહરણો ટાંકીને તેમણે સમજાવ્યું કે કેવી રીતે ભારતની વિશાળ સ્થાનિક માંગ અને માળખાગત સુવિધાઓ વિદેશી કંપનીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. આજે ભારત જે ઉત્પાદનો બનાવે છે, તે દુનિયાના 130 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
ભવિષ્યની તૈયારી: 100 ઔદ્યોગિક ઉદ્યાનોનું મિશન
ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ આપવા માટે સરકાર આગામી સમયમાં USD 3.5 બિલિયનના ખર્ચે દેશભરમાં 100 અત્યાધુનિક ઔદ્યોગિક ઉદ્યાનો (Industrial Parks) વિકસાવવા જઈ રહી છે. આ ઉદ્યાનો 'પ્લગ-એન્ડ-પ્લે' મોડેલ પર આધારિત હશે, જેમાં ફેક્ટરી-તૈયાર સુવિધાઓ, કામદારો માટે રહેઠાણ, પર્યાવરણીય મંજૂરીઓ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક જ સ્થળે મળશે. સાથે જ, એરપોર્ટ, હાઇવે અને બંદરો જેવા માળખાગત પ્રોજેક્ટ્સ માટે USD 130 બિલિયનનું રોકાણ ભારતને લોજિસ્ટિક્સ અને વેપારમાં ગ્લોબલ હબ બનાવશે.
સેમિકન્ડક્ટર અને ડિજિટલ સુરક્ષા પર ધ્યાન
પીયૂષ ગોયલે સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ભાર મૂકતા જણાવ્યું કે, સરકાર મોટા પાયે કાર્યબળના કૌશલ્ય વર્ધન (Upskilling) પર ધ્યાન આપી રહી છે. તેમણે રોકાણકારોને ખાતરી આપી હતી કે ભારત એક સુરક્ષિત ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે જ્યાં બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) અને ડેટા ગોપનીયતાની સુરક્ષા સર્વોપરી છે. તેમણે ઉમેર્યું કે 2047 સુધી ડેટા સેન્ટરોને આવકવેરા મુક્તિ આપીને ભારત 'વિકસિત ભારત 2047' ના વિઝન હેઠળ USD 30 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
