<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

વૈશ્વિક રાજકારણમાં ભારતનો દબદબો: 'BRICS ઇન્ડિયા સમિટ ૨૦૨૬' ની ભવ્ય સફળતા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની મજબૂત 'સંયોજન ક્ષમતા' ને બિરદાવી

અત્યંત ધ્રુવીકૃત અને તણાવપૂર્ણ વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ૩૨ દેશો અને સંગઠનો વચ્ચે સર્વસંમતિ સાધી ભારતે વિશ્વ સમક્ષ પોતાની કૌટિલ્ય કૂટનીતિનો આપ્યો પરિચય

નવી દિલ્હી : અંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે ભારતે વધુ એક વખત પોતાની કૂટનીતિક ક્ષમતાનો લોખંડી વિજય ધ્વજ લહેરાવ્યો છે. 'BRICS ઇન્ડિયા સમિટ ૨૦૨૬' ની ભવ્ય અને ઐતિહાસિક સફળતા બાદ સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની મજબૂત 'સંયોજન ક્ષમતા' (Convening Power) ના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે મોટા સશસ્ત્ર સંઘર્ષો અને ઊંડા રાજકીય વિભાજનનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતે વિભિન્ન હિતો ધરાવતા વિશ્વના દેશોને એક મંચ પર લાવીને સર્વસંમતિ સાધવામાં સફળતા મેળવી છે.

 

આ શિખર સંમેલનમાં ૧૧ સભ્ય દેશો, ૧૦ ભાગીદાર દેશો, ૪ પ્રાદેશિક સંગઠનો અને ૭ આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત કુલ ૩૨ શક્તિશાળી પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. સૌથી મહત્વની વાત એ રહી કે આમાંના મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ દેશના રાષ્ટ્રાધ્યક્ષો અથવા પ્રધાનમંત્રી કક્ષાના અગ્રણી નેતાઓએ જાતે કર્યું હતું. વિદેશ મંત્રીએ ઉમેર્યું કે, "સમગ્ર રાષ્ટ્ર અને વાસ્તવમાં સમગ્ર વિશ્વએ BRICS ઇન્ડિયા સમિટ ૨૦૨૬ ની ભવ્ય સફળતા પોતાની આંખો સમક્ષ જોઈ છે."

 

પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને શાંતિ પર મોટો નિર્ણય

સમિટ દરમિયાન ચર્ચાયેલા સૌથી મુશ્કેલ અને સંવેદનશીલ મુદ્દાઓમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) નો ચાલતો સંઘર્ષ હતો. પરંતુ ભારતના નેતૃત્વ હેઠળ BRICS ના તમામ સભ્યોએ એકસૂરે સંયુક્ત નિવેદન પર સહમતિ દર્શાવી હતી. આ નિવેદનમાં પ્રદેશમાં કાયમી શાંતિ, સુરક્ષા, નિર્દોષ નાગરિકોના રક્ષણ તેમજ વૈશ્વિક સપ્લાય ચેઈન અને ઊર્જાના સરળ પ્રવાહને અવરોધ વગર ચાલુ રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

 

ડો. જયશંકરે નોંધ્યું હતું કે આ સમિટની સફળતા માત્ર દસ્તાવેજી કરારો કે સંયુક્ત ઘોષણાપત્ર પૂરતી સીમિત નહોતી, પરંતુ તેણે વૈશ્વિક નેતાઓ વચ્ચે અત્યંત મુક્ત અને સાનુકૂળ સંવાદ માટેનું મંચ પૂરું પાડ્યું હતું. વિશ્વના એવા નેતાઓ જેઓ ક્યારેય સામસામે મળ્યા નહોતા, તેમણે પણ ભારતની મધ્યસ્થતામાં ટેબલ પર બેસીને ચર્ચા કરી હતી. ભારતે બતાવી આપ્યું છે કે તે ગમે તેવા વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશોને એકસાથે લાવીને શાંતિ સ્થાપવાની ક્ષમતા ધરાવે છે.

 

(8:02 PM IST)