<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભારતના ક્રૂડ ઓઇલ આયાત બિલમાં ૮૮ ટકાનો જંગી ઉછાળો : ઓક્ટોબરમાં ૧૯.૫ અબજ ડોલરનો ખર્ચ

પશ્ચિમ એશિયાના યુદ્ધથી ક્રૂડ મોંઘું પડ્યું : પેટ્રોલિયમ પેદાશોની નિકાસની આવકમાં ૯૦ ટકાનો વધારો

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે ભારતના તેલ આયાત ખર્ચમાં જંગી વધારો નોંધાયો છે. ઓક્ટોબર, ૨૦૨૬માં ભારતનું ક્રૂડ ઓઇલ આયાત બિલ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮૮ ટકા વધીને ૧૯.૫ અબજ અમેરિકન ડોલર થયું છે.

 

ઓક્ટોબર દરમિયાન બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૨૩.૯૩ ડોલર રહ્યો હતો, જે માર્ચ, ૨૦૧૨ પછીનો સૌથી ઊંચો માસિક સરેરાશ ભાવ છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં આ ભાવ ૬૪.૫૪ ડોલર હતો.

 

ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલની આયાતના જથ્થામાં પણ ૧૧ ટકાનો વધારો થયો હતો. તેથી ઊંચા ભાવ અને વધારે આયાત બંનેના કારણે ભારત ઉપર આર્થિક બોજ વધ્યો છે.

 

બીજી તરફ રિફાઇનરીઓમાંથી નિકાસ થતી પેટ્રોલિયમ પેદાશોની આવક ૯૦ ટકા વધીને ૬.૩ અબજ ડોલર થઈ છે. જોકે તેના નિકાસ જથ્થામાં માત્ર છ ટકાનો વધારો નોંધાયો હતો. 

(11:38 AM IST)