તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો પર ટ્રમ્પ સરકારની વક્રદૃષ્ટિ: વિઝા નિયમો અત્યંત કડક બનાવવાની તૈયારી, H-1B કામદારો અને વિદ્યાર્થીઓ પર લટકતી તલવાર
આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે ફિક્સ્ડ-પિરિયડ વિઝા લાવવાની યોજના; કંપનીઓ માટે H-1B એક્સટેન્શન ફી વધશે અને ૧ લાખ જેટલા ભારતીય જીવનસાથીઓની વર્ક પરમિટ જોખમમાં મુકાશે

વોશિંગ્ટન : અમેરિકામાં સ્થાયી થવા અથવા ત્યાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવાનું સપનું જોતા લાખો ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન (સ્થળાંતર) નિયમોનો એક નવો અને અત્યંત કડક સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે H-1B વિઝા કાર્યક્રમને વધુ જટિલ બનાવશે. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, યુએસ ડિપાર્ટમેન્ટ્સ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS), લેબર (DOL) અને સ્ટેટ (DOS) ના નવીનતમ નિયમનકારી એજન્ડા અનુસાર, આ પ્રસ્તાવિત ફેરફારોની સીધી અને મોટી અસર ભારતીય આઇટી વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને H-4 વિઝા ધારક મહિલાઓ/પુરુષો પર પડવાની પ્રબળ આશંકા છે. આ કડક આયોજનના કારણે વિદેશી કામદારોને સ્પોન્સર કરતા નોકરીદાતાઓ માટે પણ ખર્ચમાં મોટો વધારો થશે.
આ મહિનાથી જ અપેક્ષિત પ્રથમ ફેરફાર હેઠળ, અમેરિકામાં H-1B અને L-1 વિઝા ધારકો પર નિર્ભર મોટી ટેકનોલોજી કંપનીઓ માટે નાણાકીય બોજ વધશે. હાલના નિયમ મુજબ, જે કંપનીઓમાં ૫૦ થી વધુ કર્મચારીઓ છે અને તેમાંથી અડધાથી વધુ કર્મચારીઓ H-1B અથવા L-1 વિઝા પર છે, તેમણે નવી નોકરી કે પ્રારંભિક સ્પોન્સરશિપ વખતે અનુક્રમે $૪,૦૦૦ અને $૪,૫૦૦ ની વધારાની ફી ચૂકવવી પડે છે. હવે નવા પ્રસ્તાવ મુજબ, આ ભારે ફી માત્ર નવી અરજીઓ પર જ નહીં, પરંતુ વિઝા એક્સટેન્શન (નવીનીકરણ) ની અરજીઓ પર પણ લાગુ કરવામાં આવશે, જેનાથી ભારતીય આઇટી કંપનીઓ માટે સંચાલન ખર્ચ આસમાને પહોંચશે. વધુમાં, આગામી ઓગસ્ટ મહિનાથી તૃતીય-પક્ષ ક્લાયન્ટ સ્થાનો (થર્ડ-પાર્ટી સાઇટ્સ) પર કામ કરતા કર્મચારીઓ માટેના નિયમો કડક બનશે, જેમાં નોકરીદાતાએ સાચો કર્મચારી-માલિક સંબંધ સાબિત કરવા માટે વધુ વિગતવાર રેકોર્ડ્સ આપવા પડશે. શ્રમ વિભાગ પણ લઘુત્તમ વેતન મર્યાદા વધારવા અને ગ્રીન કાર્ડ પ્રોસેસિંગના 'PERM' લેબર સર્ટિફિકેશનને વધુ કડક બનાવવાની તૈયારીમાં છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલીઓ વધવાની છે. હાલની "સ્થિતિ અવધિ" (ડ્યુરેશન ઓફ સ્ટે) સિસ્ટમને હટાવીને ફિક્સ્ડ-પિરિયડ સ્ટુડન્ટ વિઝા સિસ્ટમ લાવવામાં આવશે, એટલે કે અભ્યાસ ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓએ વારંવાર વિઝા એક્સટેન્શનની કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૭ ની શરૂઆતમાં વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે, જે સ્નાતકોને અમેરિકામાં કામનો અનુભવ મેળવવાની તક આપે છે. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦2૪-૨૫ માં આશરે ૩.૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ યુએસમાં અભ્યાસ કરી રહ્યા હતા, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ૩૧% જેટલા છે. આ નવા નિયમો લાંબા ગાળાના કોર્સ કરતા વિદ્યાર્થીઓ માટે ભારે અનિશ્ચિતતા પેદા કરશે.
આ કાયદાની સૌથી મોટી અને તાત્કાલિક આડઅસર H-1B વિઝા ધારકોના આશરે એક લાખ જેટલા ભારતીય H-4 જીવનસાથીઓ (રોજગાર અધિકૃતતા દસ્તાવેજ - EAD ધારકો) પર પડશે. સરકાર વર્ક પરમિટના ઓટોમેટિક એક્સટેન્શન (સ્વચાલિત વિસ્તરણ) નો અંત લાવવા જઈ રહી છે. નિયમ મુજબ, જીવનસાથીઓ તેમની પરમિટ સમાપ્ત થવાના ૧૮૦ દિવસ પહેલા નવીનીકરણ માટે અરજી કરી શકે છે, પરંતુ યુએસસીઆઇએસ (USCIS) ની ગોકળગાય ગતિએ ચાલતી વહીવટી પ્રક્રિયાના કારણે નવો દસ્તાવેજ સમયસર મળતો નથી. આથી, એક્સટેન્શન બંધ થતાં હજારો ભારતીયોને નવી વર્ક પરમિટની રાહ જોતી વખતે પોતાની ચાલુ નોકરીઓ ગુમાવવી પડી શકે છે અથવા રોજગારમાં મોટો બ્રેક આવી શકે છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
