તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
તહેવારોની સિઝનમાં ભારતીયોએ દિલ ખોલીને કર્યો ખર્ચ: કાર, ટીવી અને ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં મજબૂત ઉછાળો
નવરાત્રિ, ગણેશ ચતુર્થી અને દિવાળી પૂર્વે દેશભરમાં ગ્રાહકોની ખરીદીમાં બમ્પર ગ્રોથ; ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી અને ક્વિક કોમર્સ ક્ષેત્રે રૂ. ૭.૫ લાખ કરોડના ઓનલાઈન વેચાણનો અંદાજ

નવી દિલ્હી: ચાલુ વર્ષે તહેવારોની સિઝનમાં ભારતીય ગ્રાહકો ખરીદી કરવાના પૂર્ણ મૂડમાં જોવા મળી રહ્યા છે. કાર, ફ્રિજ, એર કંડિશનર, ટીવી, સોના-ચાંદીના ઘરેણાં અને પ્રવાસન ક્ષેત્રે વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી લંબાયેલી તહેવારી સિઝન દરમિયાન ઓટોમોબાઈલ ડીલરોના અહેવાલ અનુસાર કારના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ઓણમ દરમિયાન મારુતિ સુઝુકીના વેચાણમાં ૬૧ ટકા જ્યારે હ્યુન્ડાઈનું વેચાણ લગભગ બમણું થઈ ગયું છે. આ ઉપરાંત રેફ્રિજરેટર, સ્માર્ટ એસી અને મોટા સ્ક્રીનવાળા ટીવી જેવા હોમ એપ્લાયન્સિસના વેચાણમાં પણ ૧૨ થી ૧૫ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
માત્ર ઈલેક્ટ્રોનિક્સ જ નહીં, પરંતુ લોકો પોતાના ઘરને સ્માર્ટ બનાવવા અને અપગ્રેડ કરવા માટે પણ ભારે રોકાણ કરી રહ્યા છે. મોડ્યુલર સ્વિચ, હોમ ઓટોમેશન અને એનર્જી-એફિશિયન્ટ LED લાઈટિંગની માંગમાં તીવ્ર વધારો થયો છે. દેશમાં પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગ પણ તેજીના મોજા પર સવાર છે, જ્યાં હોટેલ્સ અને ટ્રાવેલ ગતિવિધિઓમાં ગત વર્ષની સરખામણીએ ૩૯ ટકા વધુ એડવાન્સ બુકિંગ નોંધાયા છે. ગણેશ ચતુર્થી દરમિયાન ‘ક્વિક કોમર્સ’ પ્લેટફોર્મ્સ જેવાં કે સ્વિગી ઈન્સ્ટામાર્ટ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ પર માટીની મૂર્તિઓ, પૂજાપો અને મોદકના ઓર્ડરમાં ૧૫૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
રેડસીર ના અહેવાલ મુજબ, આ વર્ષે તહેવારો દરમિયાન ઓનલાઈન શ શોપિંગનો આંકડો $૯૦ બિલિયન (આશરે રૂ. ૭.૫ લાખ કરોડ) ને પાર કરી શકે છે, જે ગત વર્ષ કરતાં ૨૫ ટકા વધુ છે. ગ્રોસરી, બ્યુટી પ્રોડક્ટ્સ અને ફેશન કેટેગરીમાં પણ ગ્રાહકો બ્રાન્ડેડ અને ગુણવત્તાસભર વસ્તુઓની પસંદગી કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે ભારતીય બજારમાં મોંઘવારી હોવા છતાં લોકોની ખરીદશક્તિ મજબૂત રહી છે અને ગ્રાહકો પોતાની સુખ-સુવિધાઓ વધારવા માટે બજેટ વધારવામાં પણ અચકાતા નથી.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
