News of Wednesday, 23rd September 2026
"IIT વગર પણ AI ની દુનિયા પર ભારતીયોનો દબદબો!": OpenAI અને Anthropic ને શિખરે પહોંચાડનારા વિજય રાજી અને રાહુલ પાટિલ ટાઇમ્સના ટોપ ૫૦ ટેક લીડર્સમાં સામેલ
ગ્લોબલ AI ક્રાંતિના મહારથીઓનો ડંકો: સ્ટીરિયોટાઇપ તોડી પુડુચેરી અને બેંગલુરુથી અભ્યાસ કરી અમેરિકાની જાયન્ટ AI કંપનીઓમાં CTO નું પદ સંભાળ્યું.

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી ક્ષેત્રે વિદેશી ધરતી પર ભારતીય મગજનો દબદબો દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ 'ટાઇમ' (TIME) મેગેઝિને પ્રથમ વખત બહાર પાડેલી 'એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ યર: ટેક એન્ડ ડેટા' ની પાવરફુલ યાદીમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૫૦ ટેક લીડર્સમાં ભારતીય મૂળના બે દિગ્ગજો - વિજય રાજી અને રાહુલ પાટિલે સ્થાન મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.
આ સિદ્ધિની સૌથી મોટી અને પ્રેરણાદાયી વિશેષતા એ છે કે આ બંનેમાંથી કોઈ પણ દેશની પ્રખ્યાત IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી. સામાન્ય એન્જિનિયરિંગ કોલેજોમાંથી શરૂઆત કરીને તેમણે પોતાની મહેનત અને પ્રતિભાના બળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી કંપનીઓ OpenAI અને Anthropic ની કમાન સંભાળીને ઈતિહાસ રચ્યો છે.
OpenAI ના એપ્લિકેશન્સના CTO તરીકે ફરજ બજાવતા વિજય રાજીએ વર્ષ ૧૯૯૯ માં પુડુચેરી એન્જિનિયરિંગ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ માઈક્રોસોફ્ટ અને ફેસબુક (મેટા) માં લગભગ એક દાયકા સુધી સેવા આપ્યા બાદ તેઓ OpenAI માં જોડાયા હતા. આજે આખી દુનિયા જેને ઓળખે છે તેવા ChatGPT અને Codex જેવા ક્રાંતિકારી ઉત્પાદનો પાછળની ટેક્નોલોજી અને સિસ્ટમનું સંચાલન વિજય રાજીના નેતૃત્વ હેઠળ થાય છે.
બીજી તરફ, Anthropic ના CTO તરીકે Claude AI નો મોરચો સંભાળતા રાહુલ પાટિલે બેંગલુરુની PESIT માંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યાર બાદ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી MBA ની પદવી મેળવી હતી. એમેઝોન વેબ સર્વિસીસ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ અને સ્ટ્રાઈપ જેવી વૈશ્વિક ટેક કંપનીઓમાં CTO તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા રાહુલ પાટિલ હાલ એન્થ્રોપિકના કમ્પ્યુટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સાયન્સ અને એઆઈ સુરક્ષા જેવા જટિલ વિભાગોનું નેતૃત્વ કરી રહ્યા છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
