News of Tuesday, 8th September 2026
અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનો કમાલ: મેંદી મુકવાના શોખને બનાવ્યો સાઈડ બિઝનેસ, કલાકના ₹૧૦,૦૦૦ સુધીની કમાણી; ઇન્સ્ટાગ્રામ પર વિડીયો થયો વાયરલ!
દુલહન મેંદીના એક જ ઓર્ડરમાં ૧૦ કલાકમાં ₹૧ લાખ સુધીનો તગડો નફો; ડોલરની કમાણી કરતાં પણ એક 'કલાકાર' તરીકે મળતા સન્માનથી ગદગદ થઈ ભારતીય યુવતી પ્રિયંકા જૈન.

વોશિંગ્ટન, તા. ૦૮: વિદેશમાં વસતા ભારતીયો અવારનવાર પોતાની મહેનત અને અનોખી ટેલેન્ટના દમ પર દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરતા રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં રહેતી પ્રિયંકા જૈન નામના એક ભારતીય સોફ્ટવેર એન્જિનિયરે કંઈક એવું જ કરી બતાવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર મોટો ધમાકો મચાવ્યો છે. પ્રોફેશનલ આઈટી જોબની સાથે સાથે મેંદી મૂકવાના પોતાના ક્રેઝ અને શોખને પ્રિયંકાએ એક અત્યંત નફાકારક સાઈડ બિઝનેસમાં બદલી નાખ્યો છે, જ્યાં તે કલાકના હજારો રૂપિયા કમાઈ રહી છે.
પ્રિયંકા જૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ સમાંતર કારકિર્દી અને કમાણી અંગે એક વિડીયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં ૧ કરોડ (10 Million) થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. પ્રિયંકાના જણાવ્યા મુજબ, તે અમેરિકામાં ફૂલ-ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને તેનો મુખ્ય પગાર આઈટી કંપનીમાંથી આવે છે. પરંતુ ફ્રી ટાઈમમાં તે પ્રોફેશનલ મેંદી આર્ટિસ્ટ તરીકે ઓર્ડર લે છે, જેમાં તેનો ચાર્જ પ્રતિ કલાક $૧૦૦ (આશરે રૂ. ૯,૦૦૦ થી ૧૦,૦૦૦) જેટલો છે. આ ઉપરાંત, ખુશ થઈને ગ્રાહકો તેને ૨૦ ટકા સુધીની અલગથી ટીપ પણ આપે છે.
લગ્નસરાની મોસમ કે મોટા બ્રાઈડલ ઓર્ડર વખતે તેની આ સમાંતર આવક અબજોપતિઓને પણ ટક્કર આપે તેવી થઈ જાય છે. પ્રિયંકાએ જણાવ્યું કે, ૧૦ કલાકના બ્રાઈડલ મેંદી ઓર્ડરમાંથી તે આસાનીથી ₹૧ લાખ સુધીની કમાણી કરી લે છે. જોકે, પ્રિયંકા ઉમેરે છે કે અમેરિકામાં જીવનનિર્વાહ
નો ખર્ચ પણ ભારતના પ્રમાણમાં ઘણો ઊંચો છે. પરંતુ પૈસા કરતાં પણ વધુ તેને એક આર્ટિસ્ટ તરીકે ત્યાં મળતું સન્માન આકર્ષે છે. ભારતમાં જ્યાં મેંદી મુકનારાઓને ઘણીવાર યોગ્ય માન-સન્માન નથી મળતું, તેની સરખામણીએ અમેરિકામાં એક કલાકાર તરીકે તેની કળાની ભારે કદર કરવામાં આવે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
