તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ભારતીય રેલવેએ અનારક્ષિત ટિકિટો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી
મુસાફરો મહેરબાની કરીને ધ્યાન આપોઃ ભારતીય રેલવેએ સસ્તી કરી ટ્રેનની ટિકિટઃ મળશે ૩% વળતરઃ કયા મુસાફરોને મળશે લાભ? : ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે RailOne એપ પર શરૂ થયેલી આ સુવિધા ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી લાગુ રહેશે

નવી દિલ્હી,તા.૧૪ફ ભારતીય રેલવેની અનારક્ષિત ટિકિટો પર ૩ ટકા છૂટનો લાભ માત્ર એવા જ મુસાફરોને મળશે, જેમણે પોતાની ટિકિટનું પેમેન્ટ RailOne એપ પર ડિજિટલ રીતે કર્યું હોય. જાણો, કોને-કોને આનો લાભ મળશે.
અનારક્ષિત ટિકિટો પર ૩ ટકા ડિસ્કાઉન્ટનો લાભ માત્ર એવા મુસાફરોને જ મળશે જેઓ RailOne એપના રજિસ્ટર્ડ યુઝર હોય. યુપીઆઈ (UPI), નેટબેંકિગ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ જેવા ડિજિટલ માધ્યમથી ટિકિટ બુક કરી હોય.
કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી ભારતીય રેલવેની આ વિશેષ સુવિધાનો સૌથી વધુ લાભ દરરોજ મુસાફરી કરતા લોકોને મળશે. સામાન્ય મુસાફરોને ૩ ટકાની છૂટ ભલે ઓછી લાગે, પરંતુ દરરોજ મુસાફરી કરનારાઓ માટે આ એક મોટી બચત સાબિત થશે.
ભારતીય રેલવેની આ વિશેષ છૂટનો લાભ માત્ર અનારક્ષિત (જનરલ) ટિકિટો પર જ મળશે. ખાસ નોંધ લેવી કે રેલવે સ્ટેશનની ટિકિટ બારી પરથી લીધેલી ટિકિટ પર આ સુવિધાનો લાભ મળશે નહીં. આ માટે RailOne એપ પર રજિસ્ટર્ડ હોવું અને ડિજિટલ પેમેન્ટ કરવું ફરજિયાત છે.
ભારતીય રેલવે સાથે જોડાયેલી તમામ સુવિધાઓ હવે RailOne એપ પર ઉપલબ્ધ છે. રેલવેની તમામ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી ભારતીય રેલવેએ RailOne એપ તૈયાર કરી છે, જેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
