<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અમેરિકાના ‘નેશનલ વિમેન્‍સ હોલ ઓફ ફેઈમ'માં ભારતીય મૂળનાં શર્મિલાને સ્‍થાન

અગાઉ, ઈન્‍દ્રા નૂયીને આવું સન્‍માન મળ્‍યું : મારાં માતા રોજ સવારે જરૂરતમંદ માટે મુઠ્ઠી ચોખા અલગ કાઢી રાખતાં: શર્મિલા

વોશિંગ્‍ટન,તા.૬: ભારતીય-અમેરિકી માનવતાવાદી શર્મિલા મોના સિહાને અમેરિકી મહિલાઓની સિધ્‍ધિઓના સન્‍માનને સમર્પિત પ્રથમ અમેરિકી નોન-પ્રોફિટ સંગઠન તથા મ્‍યુઝિયમ નેશનલ વિમેન્‍સ હોલ ઓફ ફેઈમમાં સ્‍થાન મળ્‍યું છે.

‘‘ઈક્‍વોલિટી નાવ'' ના સીઈઓ, સિહા, પેપ્‍સિકોના સીઈઓ ઈન્‍દ્રા નૂયી પછી, ભારતીય મૂળનાં બીજાં જ મહિલા છે કે જેમને ન્‍યુયોર્કના સેનેકા ફોલ્‍સ ખાતે હોલ ઓફ ફેઈમમાં સ્‍થાન મળ્‍યું છે. સેનેકા ફોલ્‍સ, અમેરિકી મહિલાઓના અધિકારો માટેની ચળવળનું જન્‍મસ્‍થાન ગણાય છે. કોલકાતામાં જન્‍મેલાં શર્મિલા સિહાને ૨૪ સપ્‍ટેમ્‍બરે હોલ ઓફ ફેઈમમાં સમાવાયા છે.

તેઓ માડેલિન અમ્‍બ્રાઈટ, માયા એન્‍જેલોઉ, જાનેટ યેલ્‍લેન, રોઝા પાર્કસ અને મિશેલ ઓબામા સહિતના ૩૦૦  મહિલા-નેતાઓના સાથી બન્‍યાં છે.

સિહાની કારકિર્દી વોલ સ્‍ટ્રીટ, કોર્પોરેટ અમેરિકા અને ગ્‍લોબલ કેમ્‍પેઈન ફોર વીમેન્‍સ ઈક્‍વોલિટી વગેરે સંસ્‍થાઓમાં ઘડાઈ છે.સિહાની વ્‍યાવસાયિક કારકિર્દી મોર્ગેન સ્‍ટેનલી ખાતેના ઈન્‍વેસ્‍ટમેન્‍ટ બેન્‍કર તરીકે વોલ સ્‍ટ્રીટમાં શરૂ થઈ. એ પછી તેઓ પ્રોકટર એન્‍ડ ગેમ્‍બલ, યુનિલીવર એલિઝાબેથ આર્ડેન તથા જેવી કંપની સાથે જોડાયાં.

સિહાને હોલ ઓફ ફેઈમમાં સમાવવા સંબંધી ઘોષણા કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં સિહાએ એમના કુટુંબમાં એમને શીખવા મળેલા મૂલ્‍યો વિષે વાત કરતા જણાવ્‍યું કે એમના માતા કોલકાતામાં રોજ સવારે કોઈ જરૂરતમંદ માટે મુઠ્ઠી ચોખા અલગ કાઢી રાખતાં. મેં મારાં જીવનનો ઘણો સમયગાળો સત્તા વિષે વિચારવા પાછળ ગાળ્‍યો છે.

(10:25 AM IST)