તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
કેન્સર સામેની જંગમાં ભારતીય મૂળના ડોક્ટરની ઐતિહાસિક સિદ્ધિ: mRNA રસીથી સ્વાદુપિંડના કેન્સરનો ઈલાજ શક્ય, કોંગ્રેસમેન રો ખન્નાએ ડો. વિનોદ બાલચંદ્રનને બિરદાવ્યા
અમેરિકાના ટોચના કેન્સર સેન્ટરમાં તૈયાર થઈ 'વ્યક્તિગત રસી': 90% દર્દીઓમાં જોવા મળ્યું આશાસ્પદ પરિણામ, જીવલેણ બીમારી સામે લડવા નવી આશા જન્મી

વોશિંગ્ટન, તા.૨૧: અમેરિકાના મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર (MSK) ખાતે કાર્યરત ભારતીય મૂળના જાણીતા ડોક્ટર વિનોદ બાલચંદ્રને સ્વાદુપિંડના (Pancreatic) કેન્સરના ઈલાજમાં એક ક્રાંતિકારી સફળતા મેળવી છે. આ સિદ્ધિને બિરદાવતા પ્રખ્યાત ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ તેને "અવિશ્વસનીય સિદ્ધિ" અને "અમેરિકાનું શ્રેષ્ઠ" પાસું ગણાવ્યું છે. ડો. બાલચંદ્રનની આ શોધ એવા દર્દીઓ માટે આશાનું કિરણ બનીને આવી છે જેમના માટે આ કેન્સર અત્યાર સુધી 'મૃત્યુદંડ' સમાન માનવામાં આવતું હતું.
શું છે આ mRNA રસી અને તેના પરિણામો?
ડો. વિનોદ બાલચંદ્રને મેસેન્જર RNA (mRNA) ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક દર્દી માટે અલગ એટલે કે 'વ્યક્તિગત રસી' (Personalized Vaccine) તૈયાર કરી છે. આ રસી કેન્સરની સર્જરી બાદ તેને ફરીથી ઉથલો મારતા રોકવામાં મદદ કરે છે.
- ચોંકાવનારા આંકડા: ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિએ આ રસી સામે પ્રતિસાદ આપ્યો હતો, તેમાંથી ૯૦ ટકા લોકો સારવારના ૬ વર્ષ પછી પણ જીવિત છે.
- સામાન્ય સ્થિતિ: અમેરિકન કેન્સર સોસાયટી મુજબ, સ્વાદુપિંડના કેન્સરમાં ૫ વર્ષનો જીવિત રહેવાનો સરેરાશ દર માત્ર ૧૩ ટકા જ હોય છે. તેની સામે ડો. બાલચંદ્રનની રસીએ પરિણામો આખું ચિત્ર બદલી નાખ્યું છે.
રો ખન્નાએ ઇમિગ્રન્ટ ઓળખને બિરદાવી
કોંગ્રેસમેન રો ખન્નાએ ડો. બાલચંદ્રનની આ સફળતા પાછળ તેમની ઇમિગ્રન્ટ પૃષ્ઠભૂમિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "ભારતીય ઇમિગ્રન્ટ્સના પુત્ર એવા ડો. બાલચંદ્રને વિશ્વની શ્રેષ્ઠ સંશોધન સંસ્થા સાથે મળીને આ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું છે. જ્યારે આપણે અમેરિકન હોવાનો ગર્વ અનુભવીએ છીએ, ત્યારે ડો. બાલચંદ્રન જેવા પ્રતિભાશાળી લોકો વિશે વિચારીએ છીએ જે માનવતામાં મોટું યોગદાન આપી રહ્યા છે."
ડો. વિનોદ બાલચંદ્રન વિશે
ડો. બાલચંદ્રન હાલમાં MSK ખાતે 'ઓલયન સેન્ટર ફોર કેન્સર વેક્સિન્સ' ના સ્થાપક ડિરેક્ટર છે. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને સ્ટોની બ્રુક યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની પદવી મેળવી છે. એક દાયકાથી વધુ સમયથી તેઓ કેન્સર સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. તેમના મતે, આ માત્ર શરૂઆત છે અને આ નવી 'ઇમ્યુનોથેરાપી' દુનિયાના સૌથી ઘાતક કેન્સરના ઈલાજમાં મોટો ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
