News of Thursday, 16th July 2026
સમુદ્રના 'નવા સિકંદરે' લીધી એન્ટ્રી: હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ કરવા આવી રહ્યું છે ભારતનું આ ઘાતક INS માલવાન જહાજ!
દરિયાના છીછરા પાણીમાં છુપાયેલી દુશ્મન સબમરીનોને શોધીને પળવારમાં ફૂંકી મારવા સજ્જ થતું ૮૦% સ્વદેશી ટેકનોલોજી ધરાવતું INS માલવાન : કોચીન શિપયાર્ડમાં તૈયાર થયેલું આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં કરશે અભૂતપૂર્વ વધારો

નવી દિલ્હી: ભારતીય નૌકાદળ હવે માત્ર રક્ષણાત્મક નથી રહ્યું, પરંતુ દુશ્મનો પર આક્રમક પ્રહાર કરવા માટે એક પછી એક આધુનિક હથિયારો પોતાના કાફલામાં સામેલ કરી રહ્યું છે. આ કડીમાં આગામી ૨૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહની પ્રમુખ ઉપસ્થિતિમાં એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ શ્રેણીનું બીજું ઘાતક યુદ્ધ જહાજ 'INS માલવાન' સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ થવા જઈ રહ્યું છે. આ ઘટના એ વાતની સાબિતી છે કે ભારત હવે માત્ર વિદેશી ટેકનોલોજી પર નિર્ભર નથી, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ગ્લોબલ વોરશિપ ઇન્ડસ્ટ્રીનું નવું હબ બની રહ્યું છે.
૮૦ મીટર લાંબુ અને આશરે ૧,૧૦૦ ટન વજન ધરાવતું આ યુદ્ધ જહાજ કોઈ સામાન્ય નૌકા નથી. તે ખાસ કરીને દરિયા કિનારાના છીછરા પાણીમાં નજર રાખવા અને ત્યાં છુપાઈને હુમલો કરતી સબમરીનોનો સફાયો કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાં લગાવવામાં આવેલી અત્યાધુનિક વોટર-જેટ પ્રોપલ્શન સિસ્ટમ તેને અતિશય વેગ અને ચપળતા પ્રદાન કરે છે, જેથી તે કોઈપણ સાંકળા કે મુશ્કેલ દરિયાઈ વિસ્તારમાં પણ સરળતાથી નેવિગેટ કરી શકે છે. આ જહાજમાં ૮૦ ટકાથી વધુ પાર્ટ્સ અને ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતીય એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યા છે, જે 'આત્મનિર્ભર ભારત'ની શક્તિ દર્શાવે છે.
મહારાષ્ટ્રના ઐતિહાસિક અને છત્રપતિ શિવાજી મહારાજના નૌકા સૈન્યના ભવ્ય વારસા સમાન 'માલવન' શહેર પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે. આ જહાજ હળવા વજનના આધુનિક ટોર્પિડો લોન્ચર્સ, આરબીયુ-૬૦૦૦ એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ અને શક્તિશાળી સોનાર સિસ્ટમથી સજ્જ છે. હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની વધતી દખલગીરી વચ્ચે INS માલવાન ભારતની દરિયાઈ સરહદો માટે એક અભેદ્ય કિલ્લો સાબિત થશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
