<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અરબી સમુદ્રમાં ભારતીય નેવીનું દિલધડક રેસ્‍ક્‍યુઃ દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી ૨૦ ક્રૂ મેમ્‍બર્સને સુરક્ષિત બચાવ્‍યા

દરિયાઈ લૂંટારાઓને ભારતીય નેવીએ આપ્‍યો જડબાતોડ જવાબ : ૨૯ ઓક્‍ટોબરે અપહરણ કરાયેલા જહાજ અજિનીને છોડાવવા માટે નેવીએ સતત ૪૮ કલાક સુધી ઓપરેશન ચલાવ્‍યું હતું. આ કાર્યવાહી મુંબઈથી ૩,૦૦૦ કિલોમીટરથી વધુ દૂર ૨ નવેમ્‍બરે કરવામાં આવી હતી

મુંબઈ તા.૩: અરબી સમુદ્રમાં ભારતીય નેવીએ એવું ઓપરેશન હાથ ધર્યું, જેણે દરિયાઈ લૂંટારાઓના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું. જી હા, ભારતીય નેવીએ સમુદ્રમાં મોટી કાર્યવાહી કરીને દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી ૨૦ ક્રૂ મેમ્‍બર્સને સુરક્ષિત બચાવી લીધા છે. અધિકારીઓએ જણાવ્‍યું કે ભારતીય નેવીએ સોમવારે ઈરાનના માછીમારી જહાજ 'અજિની'ના તમામ ૨૦ ક્રૂ મેમ્‍બર્સને બચાવવા માટે ૪૮ કલાકનું અભિયાન ચલાવ્‍યું હતું. આ જહાજને ૨૯ ઓક્‍ટોબરે સોમાલીના દરિયાઈ લૂંટારાઓએ કબજામાં લઈ લીધું હતું.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, સોમાલીના દરિયાઈ લૂંટારાઓએ ઈરાનના માછીમારી જહાજ 'અજિની'નું અપહરણ કરીને તેના ૨૦ ક્રૂ મેમ્‍બર્સને બંધક બનાવી રાખ્‍યા હતા. આ માહિતી મળતાં જ ભારતીય નેવીએ મોરચો સંભાળી લીધો હતો. ભારતીય નેવીએ સતત ૪૮ કલાક સુધી અભિયાન ચલાવ્‍યું અને અંતે તમામ ૨૦ લોકોને સુરક્ષિત છોડાવી લીધા હતા. આ ઓપરેશન મુંબઈથી ૩,૦૦૦ કિલોમીટરથી વધુ દૂર સમુદ્રમાં હાથ ધરવામાં આવ્‍યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિહે પણ નેવીની આ કાર્યવાહીની ભારપૂર્વક પ્રશંસા કરી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય નેવીની પ્રશંસા કરતાં કહ્યું કે નેવીએ અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન હાથ ધરીને દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી ૨૦ ક્રૂ મેમ્‍બર્સને સુરક્ષિત બચાવી લીધા છે. આ ઓપરેશન ૨ નવેમ્‍બર ૨૦૨૬ના રોજ મુંબઈથી ૩,૦૦૦ કિલોમીટરથી વધુ દૂર હાથ ધરવામાં આવ્‍યું હતું.

નેવીએ સતત ૪૮ કલાક સુધી ઓપરેશન ચલાવીને દરિયાઈ લૂંટારાઓનું ઠેકાણું શોધી કાઢ્‍યું, તેમના જહાજને અટકાવ્‍યું અને તમામ ૨૦ ક્રૂ મેમ્‍બર્સને સુરક્ષિત મુક્‍ત કરાવ્‍યા હતા. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પણ સમયસર સહયોગ આપ્‍યો હતો.

હિંદ મહાસાગરમાં દરિયાઈ જોખમોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે નેવી હવે ભારતીય નેવી હિદ મહાસાગરમાં દરિયાઈ જોખમોનો સામનો કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રક્ષામંત્રીએ કહ્યું કે, આ ઓપરેશનથી ભારતીય નેવીની ઓપરેશનલ સજ્જતા અને હિદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ જોખમોનો સામનો કરવાની ક્ષમતા સામે આવી છે. તેમણે કહ્યું કે ભારત દરિયાઈ સુરક્ષા, સુરક્ષિત દરિયાઈ માર્ગો અને હિદ મહાસાગર ક્ષેત્રને સ્‍વતંત્ર તથા સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

(10:07 AM IST)