તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ભારતીય નેવીનો જવાન પાકિસ્તાની મહિલા જાસૂસની હનીટ્રેપનો શિકાર
વિશાખાપટ્ટનમના નેવી બેઝ અને કાફલાની હિલચાલ વિષેની માહિતી લીક થઈ હોવાની શંકા

કોઈમ્બતુર,તા.૫: આંધ્રપ્રદેશ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ (સીઆઈ) સેલે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ગઈકાલે ૩ ઓકટોબરે ભારતીય નૌકાદળના એક જવાનને અટક કર્યો છે. આ જવાન પ્રદીપ મુખરજી (૩૧) ને કોઈમ્બતુર સ્થિત આઈએનએસ અગ્રનિ ખાતેથી ગિરફતાર કરાયો. આઈએનએસ અગ્રનિ નૌકાદળની નેતૃત્ત્વ તાલીમ સાથે સંકળાયેલી સુવિધા છે. મૂળ પヘમિ બંગાળનો મુખરજી ૨૦૧૪માં ભારતીય નૌકાદળમાં જોડાયો હતો. એ વિશાખાપટ્ટનમ્ સ્થિત ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં કાર્યરત હતો.
એ ઝડપાયો ત્યારે મુખરજી, કોઈમ્બતુરની નેતૃત્વ તાલીમની ઉપરોક્ત સુવિધામાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સ કરી રહ્યો હતો. એકાદ સપ્તાહથી કોઈમ્બતુરની સુવિધામાં રોકાયો હતો. એક મહિલા પાકિસ્તાની જાસૂસી એજન્ટે કેટલાક મહિનાઓ અગાઉ મુખરજીનો સંપર્ક કર્યો હતો. મહિલા-જાસૂસે ધીમે-ધીમે ઓનલાઈન સંબંધનો ઉપયોગ કરીને મુખરજી પાસેથી ભારતીય સૈન્યને લગતી સંવેદનશીલ માહિતી મેળવી લીધી. આ માહિતીમાં વ્યૂહાત્મક નૌકાદળ અસ્કયામતો, કાફલાની હિલચાલ, અને વિશાખપટ્ટનમ્ બેઝ સાથે સંકળાયેલી વિગતોનો સમાવેશ થયો હતો. મુખરજી મહિલા પાકિસ્તાની જાસૂસે બિછાવેલ ઓનલાઈન હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. સેલ, સરહદ પારથી કરાતી જાસૂસી અને ત્રાસવાદી ધમકીઓ સાથે કામ પાર પાડવા માટેનું વિશેષ એકમ છે. આ સેલે મુખરજીના શંકાસ્પદ ડિજિટલ પગલાં જોવા મળ્યા એ પછી તપાસ શરૂ કરી. એ પછી પ્રદીપ મુખરજી પર વોચ રાખવાનું શરૂ કરાયું.
આ તપાસ દરમિયાન જાણવા મળેલી માહિતીના આધારે મુખરજીને ૩ ઓકટોબરે ઝડપી લેવામાં આવ્યો. મુખરજીને એ પછી સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો કે જેથી એનું ટ્રાન્ઝિટ વોરંટ મેળવી શકાય.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
