<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

મેટગાલાની ‘કોસ્‍ચ્‍યુમ આર્ટ' થીમમાં ઇન્‍ડિયન ગેસ્‍ટ્‍સની સેન્‍સઃ સ્‍કેલ-લૂકથી દુનિયા ચકિત

ઇવેન્‍ટનાં ગાલા ડિનર અને એન્‍ટ્રી માટે આમંત્રિત વ્‍યક્‍તિની ટિકિટની કિંમત આશરે ૧ લાખ ડોલર અને ટેબલ બૂકિંગની કિમત અંદાજે ૩૫૦૦૦૦ ડોલર જેટલી હતી

ન્‍યૂયોર્ક,તા.૭: ન્‍યૂયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્‍યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાતી વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્‍ટ મેટ ગાલા ૨૦૨૬નું સોમવારે રાત્રે આયોજન થયું હતું. મ્‍યુઝિયમના ‘કોસ્‍ચ્‍યુમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ' માટે ભંડોળ એકત્ર કરવા માટે ઉજવવામાં આવતી આ ઇવેન્‍ટમાં દુનિયાભરનાં વિવિધ ક્ષેત્રનાં સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં, જેની આ વર્ષની થીમ ‘ફેશન ઇઝ આર્ટ' હતી. આ વર્ષે બિયોન્‍સે, નિકોલ કિડમેન, વિનસ વિલિયમ્‍સ અને એના વિન્‍ટોર દ્વારા કાર્યક્રમનું સહ-અધ્‍યક્ષપદ સંભાળવામાં આવ્‍યું હતું. આ ઇવેન્‍ટનાં ગાલા ડિનર અને એન્‍ટ્રી માટે આમંત્રિત વ્‍યક્‍તિની ટિકિટની કિમત આશરે ૧ લાખ ડોલર અને ટેબલ બૂકિગની કિમત અંદાજે ૩૫૦૦૦૦ ડોલર જેટલી હતી.

ઈશા અંબાણી મેટ ગાલા ૨૦૨૬ માટે કસ્‍ટમ ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરેલી સાડીમાં જોવા મળી. તેણે ગોલ્‍ડન સાડી સાથે જ્‍વેલરી-ઇન્‍ટિગ્રેટેડ બ્‍લાઉઝ પહેર્યું, જેમાં નીતા અંબાણીનાં અંગત સંગ્રહમાંથી વારસાગત રત્‍નો જડવામાં આવ્‍યા છે, ૧૮૦૦ કરતાં વધુ કેરેટ હીરા, સાથે એમરલ્‍ડ, પોલ્‍કી અને કુન્‍દન, નિઝામી બ્રોચ આ વસ્‍ત્રમાં જડાયેલાં છે. આ બ્‍લાઉઝને હેન્‍ડવૂવન ગોલ્‍ડ ટિશ્‍યૂ સાડી સાથે જોડવામાં આવ્‍યું છે, જે વિશ્વના સૌથી જૂના જીવંત વષોમાંનું એક છે. તેની બોર્ડર સ્‍વદેશ ઓનલાઇનના કલાકારો દ્વારા હાથથી પેઇન્‍ટ અને એમ્‍બ્રોઇડરી કરવામાં આવી છે, જે અજંતાની ગુફાઓથી પ્રેરિત છે. જે ગોલ્‍ડ ટિશ્‍યૂ સાડીથી બનેલું હેલો ટેક્‍સ્‍ટચર, ૫૦ કરતાં વધુ કલાકારો દ્વારા ૧૨૦૦ કલાકમાં તૈયાર કરવામાં આવ્‍યાં છે. સાથે જ હાથમાં ૨૦ વર્ષ જૂનું મેંગો ક્‍લચ અને હેન્‍ડ મોગરાની વેણી જોવા મળી.

દિયા પણ પહેલાં મેટ ગાલાની મહેમાન બની ચુકી છે. ફેશન મોડેલ અને ઇન્‍ફલ્‍યુએન્‍સર તેમજ શ્‍લોકા મહેતા બાણઈની બહેન દિયા મહેતા જાટીયા આ વખતે બંગાળી શોલા શૈલી અને કાંજિવરમના મિશ્રણથી પ્રેરિત ગાઉનમાં જોવા મળી. તેનાં માટે મયુર ગુરોત્રાએ નોન-ટેક્‍સટાઇલ આર્ટ અને હાઇ ફેશન વચ્‍ચેનો ગેપ પૂરો કરીને આઇવરી રંગનું ૩ઝ બેરોક સ્‍ટાઇલ બોડિસ અને સ્‍કર્ટ પહેર્યું હતું. જેમાં શોલાની સફેદ કોતરણીને દક્ષિણ ભારતીય રેશમની સોનેરી સમૃદ્ધિ સાથે સંતુલિત કરી છે.

હોલિવૂડમાં જાણીતું નામ બની ગયેલી સિમોન એશ્‍લે આજકાલ ડેવિલ વેર્સ પ્રાડા ૨ના કારણે લાઇમલાઇટમાં છે. મૂળ ભારતની સિમોન ત્રીજી વખથ મેટ ગાલાની મહેમાન બની હતી, જેમાં તે સ્‍ટેલા મકકાર્ટનીનું ચેઇન લિક ગાઉન પહેરીને પહોંચી હતી.

 સુધા રેડ્ડીએ મનિષ મલ્‍હોત્રા દ્વારા ડિઝાઇન કરેલાં ‘ટ્રી ઓફ લાઈફ' થીમ પર આધારિત ગાઉન અને કેપ પહેર્યાં હતાં. તેમાં આંધ્રપ્રદેશના કૃષ્‍ણા જિલ્‍લાની સદીઓ જૂની મચિલીપટ્ટનમ કલમકારી કળાથી પ્રેરિત ચિત્રો પર ભવ્‍ય જરદોઝી કામ કરવામાં આવ્‍યું હતું. તેને તૈયાર કરવા માટે ૩,૪૫૯ કલાકની સૂક્ષ્મ મહેનત અને ૯૦ માસ્‍ટર કારીગરોની મહેનત લાગી હતી.

અનન્‍યા બિરલાનો લૂક સૌથી વધુ દેસી એલિમેન્‍ટ સાથે જોવા મળ્‍યો. અનન્‍યા બિરલાએ પણ ડેબ્‍યુ કર્યું, તેણે રોબર્ટ વુન દ્વારા ડિઝાઇન કરાયેલ સ્‍ટ્રક્‍ચર્ડ જેકેટ અને વોલ્‍યુમિનસ પ્‍લીટેડ સ્‍કર્ટ હતું. તેના માસ્‍કે સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું, અનન્‍યાએ પોતાના લૂક સાથે સુબોધ ગુપ્તા દ્વારા બનાવાયેલ મેટાલિક ફેસ માસ્‍કમાં દેસી વાસણ, ચમચા, ચમચી, ઝારો, ટિફીન સહિતની વસ્‍તુઓને રજૂ કરી હતી.

જયપુરના પ્રિન્‍સેસ ગૌરવી કુમારી અને પ્રિન્‍સ સવાઇ પદ્મનાભ સિહ  આ ભાઇબહેનની જોડી ભારતના રજવાડાનો શાહી ઠાઠ મેટમાં લઇને પહોંચ્‍યાં હતાં. તેમનાં કોસ્‍ચ્‍યુમ્‍સ પ્રબલ ગુરંગ દ્વારા ડિઝાઇન થયાં હતાં. ગૌરવી કુમારી મોતીની માળાઓ અને શિફોન સાડીમાં ગાયત્રીદેવીના વારસાને ઉજાગર કરતાં હતાં. જ્‍યારે પદ્મનાભના જેકેટમાં રાજસ્‍થાની ગોટાપટ્ટીનું કામ જોવા મળ્‍યું.

કરણ જોહરના ડેબ્‍યુની વિશ્વભરમાં ચર્ચા થઈ ગઈ છે. તેના  ચિત્રકાર રાજા રવિ વર્માની વારસાથી પ્રેરિત છ ફૂટના ક્‍લોક પ્રકારની કેપ અને જેકેટમાં ૫,૬૦૦ કલાકમાં ૫૦થી વધુ કલાકારો દ્વારા તૈયાર કરાયેલ હેન્‍ડ-પેઇન્‍ટેડ આર્ટવર્ક હતાં. સંપૂર્ણપણે ફ્રીહેન્‍ડ ટેકનિકથી વર્માની પેઇન્‍ટિંગ ભાષાને કપડામાં અનુવાદીત કરી હતી, જે મનિષ મલ્‍હોત્રા દ્વારા ડિઝાઇન થયું હતું.

નતાશા પૂનાવાલા માટે મેટ ગાલા નવી બાબત નથી. તેણે ડોલ્‍શે ગબાનાના માર્‌ર્કેન્ન આર્ટમાંથી સ્‍ટ્રક્‍ચર્ડ વ્‍હાઇટ ફૂલના આકારનું એન્‍સોમ્‍બલ પહેર્યું હતું.

મેટ ગાલા માટે આ વર્ષની રેડ કાર્પેટ પર મનિષ મલ્‍હોત્રાએ મુંબઈમાં ફેશન, ફિલ્‍મો અને પોતાની સફરનાં પ્રતિબિબ સાથે જ તેની સાથે કામ કરતા અને દરરોજ તેની દ્રષ્ટિને જીવંત કરતા કારીગરોને સમર્પિત કોટ પહેર્યો હતો. જેને મુંબઈ અને દિલ્‍હીમાં ૫૦થી વધુ કારીગરોએ ૯૬૦ કલાકમાં બનાવ્‍યો છે. તેમાં ડોરી, ઝરદોજી, ચિકનકારી અને કસબ ભરત એક વાર્તા તરીકે એકસાથે આવે છે. આ પીસમાં કારીગરોના પોતાના નામ અને સહી વણાયેલા હતા. તેમજ થ્રીડી આર્કિટેક્‍ચ્રલ સ્‍વરૂપે કારીગરોને રજુ કરીને તેમને ડ્રેસ સમર્પિત કર્યો હતો. 

(10:10 AM IST)