તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ભારતીય કોસ્ટગાર્ડનું નવું યુદ્ધજહાજ 'ICGS અચલ' વાડીનાર બંદરે થયુ તૈનાત: ગુજરાત દરિયાકાંઠાની સુરક્ષા અભેદ્ય બનશે
નવું યુદ્ધજહાજ 'ICGS અચલ' તેના બેઝ પોર્ટ વાડીનાર ખાતે પહોંચી ગયું :ગોવામાં કમિશન્ડ થયેલું આ 51 મીટર લાંબુ આધુનિક જહાજ અદ્યતન સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ

ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું નવનિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસેલ એટલે કે એફપીવી યુદ્ધજહાજ 'ICGS અચલ' તેના બેઝ પોર્ટ વાડીનાર ખાતે આવી પહોંચ્યું છે. રીજીયન નોર્થ-વેસ્ટ હેઠળના આ વ્યૂહાત્મક બંદરે જહાજનું આગમન થતાં જ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
'ICGS અચલ' યુદ્ધજહાજને તાજેતરમાં જ 09 મે, 2026 ના રોજ ગોવા ખાતે ભારતીય સંરક્ષણ દળમાં સત્તાવાર રીતે કમિશન્ડ કરવામાં આવ્યું હતું. આ આધુનિક જહાજ 51 મીટરલાંબુ છે. દરિયાની મધ્યમાં ઝડપી અને લાંબા સમય સુધી મિશન આધારિત ઓપરેશન કરવા માટે આ જહાજ સક્ષમ છે. આ એફપીવીને અદ્યતન નેવિગેશન,કોમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે, જે સમુદ્રમાં ઘૂસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા ઉત્તર-પશ્ચિમ સરહદી વિસ્તાર અને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા આ વિશેષ તૈનાતી કરવામાં આવી છે. 'ICGS અચલ' ના આગમનથી દરિયાઈ સરહદોનું રક્ષણ, ભારતીય માછીમારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું જતન વધુ મજબૂતાઈથી થઈ શકશે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
