<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત: મેજર જનરલ સહિત ત્રણ અધિકારીઓ ઘાયલ, લેહમાં સુરક્ષિત લવાયા

લેહ: પૂર્વી લદ્દાખમાં ફરજ બજાવી રહેલા ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું એક "ચિતા" હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ હેલિકોપ્ટર ક્રેશમાં મેજર જનરલ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત રીતે લેહ લાવવામાં આવ્યા છે.

 

પૂર્વી લદ્દાખ સરહદ નજીક ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. સત્તાવાર અહેવાલો મુજબ, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને લઈ જઈ રહેલું સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર પૂર્વી લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં સેનાના એક મેજર જનરલ કક્ષાના અધિકારી સહિત કુલ ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

 

ઘટનાની જાણ થતા જ સેના દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાહત અને બચાવ ટીમોએ ઝડપી કાર્યવાહી કરીને ઘાયલ અધિકારીઓને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને વધુ સારવાર માટે સુરક્ષિત રીતે લેહ લાવવામાં આવ્યા છે. અધિકારીઓને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ ટેકનિકલ ખામી છે કે ખરાબ હવામાન, તે જાણવા માટે સૈન્ય દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(9:34 AM IST)