તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ટ્રમ્પના ‘ઝેરીલા’ પ્રહારથી ભારતીય-અમેરિકન નેતાઓ લાલઘૂમ: ભારત અને ઇમિગ્રન્ટ્સના અપમાન સામે અમી બેરા અને રાજા કૃષ્ણમૂર્તિનો વળતો પ્રહાર
‘ભારતીય ગુંડા નથી, પણ અમેરિકાની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે’; ૧.૫% વસ્તી ધરાવતો સમુદાય ૬% ટેક્સ ભરે છે તે યાદ રાખવા ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને ‘નરક’ (Hellhole) ગણાવતી અને ભારતીય વ્યાવસાયિકોને નિશાન બનાવતી ટિપ્પણી બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભારતીય મૂળના શક્તિશાળી અમેરિકન કાયદા નિર્માતાઓ અને સમુદાયના નેતાઓએ એકસૂરે ટ્રમ્પના આ નિવેદનને ‘જાતિવાદી બકવાસ’ અને ‘અપમાનજનક’ ગણાવીને તેની આકરી નિંદા કરી છે.
અમી બેરાએ ‘અમેરિકન ડ્રીમ’ની યાદ અપાવી
અમેરિકી કોંગ્રેસના સૌથી વરિષ્ઠ ભારતીય-અમેરિકન સભ્ય અમી બેરાએ ટ્રમ્પને વળતો જવાબ આપતા કહ્યું કે, "હું ભારતીય ઇમિગ્રન્ટ્સનો પુત્ર છું અને મને મારા વારસા પર ગર્વ છે. મારા પિતા એન્જિનિયર હતા અને માતા શિક્ષક હતા. તેમણે અમને આ દેશને પાછું આપવાની (Payback) શ્રદ્ધા સાથે ઉછેર્યા છે." બેરાએ ટ્રમ્પના નિવેદનને તેમના હોદ્દાની ગરિમાને શોભે નહીં તેવું અને અજ્ઞાનતાથી ભરેલું ગણાવ્યું હતું.
રાજા કૃષ્ણમૂર્તિનો પ્રહાર: ‘રાજકીય લાભ માટે વિભાજન’
કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ટ્રમ્પ જાણીજોઈને જાતિવાદ ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર લાખો ભારતીય-અમેરિકનોનું જ નહીં, પણ અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ભારતનું પણ અપમાન છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા ઇમિગ્રન્ટ્સની મહેનતથી મજબૂત બન્યું છે, નબળું નહીં.
અજય ભૂટોરિયાએ આંકડાકીય આયનો બતાવ્યો
રાષ્ટ્રપતિના પૂર્વ સલાહકાર અજય ભૂટોરિયાએ ટ્રમ્પ પાસે આ નિવેદન તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે. તેમણે ટ્રમ્પના ‘લેપટોપવાળા ગુંડાઓ’ વાળા નિવેદનનો પર્દાફાશ કરતા કહ્યું કે, "અમેરિકામાં ભારતીયોની વસ્તી ભલે માત્ર ૧.૫% હોય, પરંતુ અમેરિકાના કુલ આવકવેરામાં (Income Tax) તેમનો ફાળો ૬% જેટલો મોટો છે." તેમણે યાદ અપાવ્યું કે આલ્ફાબેટ (ગૂગલ), માઇક્રોસોફ્ટ અને એડોબ જેવી કંપનીઓના સીઈઓ ભારતીય છે, જેઓ અમેરિકામાં લાખો નોકરીઓનું સર્જન કરે છે.
આર્થિક અને વ્યૂહાત્મક ભૂલ
નિષ્ણાતો અને નેતાઓનું માનવું છે કે ભારત જેવા મહત્વના સાથી દેશ અને તેના ડાયસ્પોરા પર હુમલો કરવો એ માત્ર સામાજિક ભૂલ નથી, પરંતુ અમેરિકા માટે મોટી આર્થિક અને ભૂ-રાજકીય ભૂલ સાબિત થઈ શકે છે. અમેરિકામાં દર ૧૦માંથી ૧ ડૉક્ટર ભારતીય મૂળના છે. આવા સંજોગોમાં ટ્રમ્પનું આ વલણ આવનારી ચૂંટણીઓમાં ભારતીય સમુદાયના મતો પર મોટી અસર કરી શકે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
