તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
૨૦૨૭માં ભારતમાં ૧૦ થી ૩૦% આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે
રાજકોટ અને ગુજરાતના અન્ય વિસ્તારના તથા રાજસ્થાન મહારાષ્ટ્રમાં નજારો સારી રીતે જોવા મળશે

નવી દિલ્હી તા.૨૯: ૨ ઓગસ્ટ ૨૦૨૭ ના રોજ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે, પરંતુ તે પૂર્ણ સૂર્યગ્રહણ તરીકે નહીં, પરંતુ આંશિક (પાર્શિયલ) સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે.
ભારતમાં આ સમયે સૂર્ય સંપૂર્ણપણે ઢંકાશે નહીં. ભૌગોલિક સ્થિતિ અનુસાર સૂર્યનો આશરે ૧૦% થી ૩૦% જેટલો ભાગ જ ચંદ્ર પાછળ ઢંકાયેલો જોવા મળશે.
આ આંશિક ગ્રહણ મુખ્યત્વે ભારતના પヘમિ અને ઉત્તર-પヘમિ રાજ્યોમાં વધુ સ્પષ્ટ દેખાશે. ખાસ કરીને ગુજરાત (રાજકોટ અને અન્ય વિસ્તારો સહિત), રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેનો નજારો સારી રીતે જોઈ શકાશે. આ ઉપરાંત દિલ્હી અને બેંગ્લોર જેવા અન્ય મોટા શહેરોમાં પણ તે આંશિક રૂપે દેખાશે.
ભારતીય સમય મુજબ આ ગ્રહણ બપોરે અંદાજે ૪ વાગ્યા પછી શરૂ થશે અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ચાલશે.
વિશ્વના નકશામાં આ સૂર્યગ્રહણનો મુખ્ય માર્ગ (પાથ ઓફ ટોટાલીટી) જ્યાં સંપૂર્ણ અંધારું છવાઈ જશે) ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો (જેમ કે ઇજિપ્ત, સાઉદી અરેબિયા) અને સ્પેન પરથી પસાર થાય છે. ભારત આ મુખ્ય માર્ગની સીમા પર આવતું હોવાથી, આપણને માત્ર તેની આંશિક અસર જ જોવા મળશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
