<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ભારતીયોનું લોહી વહેશે તો ભારત ચૂપ નહીં રહે

ઈરાનના હુમલાથી પીએમ મોદી લાલઘૂમઃ આપી કડક ચેતવણી : નાગરિકો પર હુમલો એ ભારતની ધીરજની કસોટી છે, અમે મિત્ર દેશ સાથે મજબૂતીથી ઉભા છીએ

નવી દિલ્‍હી, તા.૫: પヘમિ એશિયામાં છવાયેલી શાંતિના ફુગ્‍ગાને ઈરાને એક ઝાટકે ફોડી નાખ્‍યો છે. ૪ મે ૨૦૨૬ના રોજ યુએઈના વ્‍યૂહાત્‍મક રીતે અતિ મહત્‍વના ગણાતા ફુજૈરાહ તેલ કેન્‍દ્ર પર ઈરાન દ્વારા કરવામાં આવેલા અચાનક ડ્રોન અને મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં તણાવ વધારી દીધો છે. આ હુમલામાં ત્‍યાં કામ કરી રહેલા ત્રણ નિર્દોષ ભારતીય નાગરિકો ઘાયલ થતા ભારત સરકાર લાલચોળ થઈ છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આ મામલે અત્‍યંત આક્રમક વલણ અપનાવતા સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે યુએઈ પર હુમલો કરીને ભારતને ઉશ્‍કેરવાની હિંમત હવે સહન કરવામાં આવશે નહીં. પીએમ મોદીએ ટ્‍વિટર પર આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે નાગરિકો અને મહત્‍વના માળખાઓને નિશાન બનાવવા એ કોઈ પણ સંજોગોમાં અસ્‍વીકાર્ય છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના બાદ રાજદ્વારી મોરચે ઈરાન સામે મોરચો ખોલ્‍યો છે. મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને માંગ કરી છે કે આ પ્રકારની દુશ્‍મનાવટ તાત્‍કાલિક બંધ થવી જોઈએ. ભારતે વૈશ્વિક સ્‍તરે અપીલ કરી છે કે હોર્મુઝ સ્‍ટ્રેટ જેવા મહત્‍વના દરિયાઈ માર્ગો પર સુરક્ષિત પરિવહન સુનિヘતિ કરવું એ માત્ર પ્રાદેશિક જ નહીં, પણ વૈશ્વિક આર્થિક સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. ભારતીય વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે ગમે તેવા જટિલ મુદ્દાઓ હોય, તેનો ઉકેલ બંદૂકની ગોળીથી નહીં પણ માત્ર શાંતિપૂર્ણ વાતચીત અને ડિપ્‍લોમેસી દ્વારા જ લાવવો જોઈએ. ભારત આ મુશ્‍કેલ સમયમાં યુએઈની પડખે ખડકની જેમ ઉભું છે.

યુએઈના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા તેને બિનઉશ્‍કેરણીજનક કાયરતાપૂર્ણ કળત્‍ય ગણાવ્‍યું છે. યુએઈએ આક્ષેપ કર્યો છે કે ઈરાને જાણીજોઈને જાહેર સ્‍થળો અને તેલની સુવિધાઓને નિશાન બનાવી છે, જે આંતરરાષ્‍ટ્રીય કાયદાનું નગ્ન ઉલ્લંઘન છે. આ હુમલા બાદ યુએઈએ પોતાની સાર્વભૌમત્‍વ અને નાગરિકોની સુરક્ષા માટે વળતો પ્રહાર કરવાનો કાનૂની અધિકાર પોતાની પાસે અનામત રાખવાની જાહેરાત કરી છે. ફુજૈરાહ જે દુનિયાના સૌથી મોટા તેલ સંગ્રહ કેન્‍દ્રોમાંનું એક છે, ત્‍યાં થયેલા વિસ્‍ફોટોને કારણે તેલના ભાવમાં પણ ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી વિશ્વના બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.

ભારત અને સંયુક્‍ત આરબ અમીરાત વચ્‍ચેના સંબંધો હાલના સમયમાં સુવર્ણ યુગમાં છે. ત્‍યાં લાખોની સંખ્‍યામાં ભારતીય પ્રવાસીઓ અને કામદારો વસે છે, જેના કારણે ભારત માટે આ સુરક્ષાનો પ્રશ્‍ન વધુ સંવેદનશીલ બની ગયો છે. યુએઈમાં સ્‍થિત ભારતીય દૂતાવાસે તાત્‍કાલિક ધોરણે ઘાયલ ભારતીયોની મુલાકાત લીધી છે અને તેમને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સ્‍થાનિક પ્રશાસન સાથે સંકલન સાધ્‍યું છે. ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ભારતની સીધી એન્‍ટ્રી અને કડક શબ્‍દોએ પヘમિ એશિયાના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. હવે આખી દુનિયાની નજર ઈરાનના આગામી પગલા પર અને ભારતના સંભવિત રાજદ્વારી પ્રતિસાદ પર ટકેલી છે. 

(3:18 PM IST)