તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ભારત ૨૦૨૭માં ૪.૫૨ લાખ કરોડ ડોલરનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે
વૈશ્વિક અર્થતંત્રમાં જાપાનને પાછળ પાડશેઃ આઈએમએફનો દાવો : ભારતે એનર્જી આંચકાઓનો ખૂબ સારી આર્થિક સ્થિતિ મજબૂતઃ ડિરેક્ટર રીતે સામનો કર્યો, કૃષ્ણા શ્રીનિવાસ

નવી દિલ્હી,તા.૧૭ : અમેરિકા-ઈરાન, સાઉદી-હુથી બળવાખોરો અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં અનિヘતિતા ફેલાયેલી છે, અર્થતંત્રોની સ્થિતિ ડામાડોળ છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) એ ભારતનું અર્થતંત્ર ૨૦૨૭માં જાપાનને પાછળ પાડીને દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવી આગાહી કરી છે. આઈએમએફએ ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે સાત ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો અંદાજ વ્યક્ત કરીને ભારતીય અર્થતંત્ર અંગે વધુ એક સકારાત્મક અહેવાલોનું સમર્થન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે એશિયન દેશોના અલગ અલગ આર્થિક માર્ગો અંગે આંકડા જાહેર કર્યા હતા. આઈએમએફ મુજબ આ વર્ષે નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનેલું રહેશે.
પરંતુ ૨૦૨૭ સુધીમાં ભારત તેનું સ્થાન લઈ લેશે. આ સમયમાં ભારતનો જીડીપી ૪.૫૨ લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે તેમ આઈએમએફએ તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક પ્રોજેક્શનમાં જણાવ્યું હતું.
ઓઈએમએફ મુજબ અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે ત્યાર પછી બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે જર્મની તેમના સ્થાન જાળવી રાખશે. જોકે, જાપાન હાલના ચોથા સ્થાનેથી ગગડીને ભારત અને બ્રિટન પછી છઠ્ઠા સ્થાને ધકેલાઈ શકે છે તેમ આઈએમએફે ચેતવણી આપી છે. આઈએમએફે જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક પડકારો છતાં તાજેતરના વર્ષોમાં ભારતે મજબૂત વિકાસ કર્યો છે. આ સપ્તાહે આઈએમએફે ૨૦૨૬ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ વધારીને ૭.૦ ટકા કર્યો હતો.
તેનાથી વિપરિત જાપાનની વૃદ્ધ થઈ રહેલી વસતી અને અન્ય માળખાગત સમસ્યાઓના કારણે તેનો જીડીપી વૃદ્ધિદર સ્થિર થઈ ગયો હોવાનું આઈએમએફે જણાવ્યું હતું. જાપાનનું અર્થતંત્ર આગામી વર્ષે ૦.૭ ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો આઈએમએફે અંદાજ વ્યક્ત કર્યો છે.
એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટે આઈએમએફનું રિજનલ ઈકોનોમિક આઉટલૂક જાહેર કરતાં એશિયા-પ્રશાંત ડિરેક્ટર કૃષ્ણા કહ્યું કે, અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે એનર્જીના ભાવમાં આવેલા ઉછાળ સમયે ભારત મજબૂત સ્થિતિમાં હતું. ભારતનો આર્થિક પાયો મજબૂત છે, વિકાસ દર સારો છે, નાણાકીય શિસ્તનું પાલન કરાઈ રહ્યું છે અને દેશ પાસે પર્યાપ્ત રિઝર્વ છે. ભારતે આ આંચકાનો ખૂબ સારી રીતે સામનો કર્યો છે. આથી ભારતના વિકાસની સંભાવનાઓ ઘણી સારી છે.(૪૦.૧૪)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
