તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભારત-અમેરિકા મેગા ટ્રેડ ડીલઃ પિયુષ ગોયલ અને યુએસ જેમિસન ગ્રીર વચ્ચે હાઈ-વોલ્ટેજ બેઠક
દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવા યુદ્ધના ધોરણે બેઠકોનો દોર શરૂ

નવી દિલ્હી, તા.૨૩: વૈશ્વિક અર્થતંત્રના બે સૌથી શક્તિશાળી લોકશાહી દેશો, ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે નવી દિલ્હીમાં યુદ્ધના ધોરણે બેઠકોનો દોર શરૂ થઈ ચૂકયો છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને યુએસ વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર વચ્ચે યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ ચર્ચા આગામી મહિનાના મધ્ય સુધીમાં એક મોટી જાહેરાતમાં પરિણમે તેવી પ્રબળ શકયતા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ૧૭ જૂને સંકેત આપ્યા હતા કે બંને દેશો વેપાર કરારની ખૂબ જ નજીક છે, જેના કારણે વૈશ્વિક બજારોની નજર હવે નવી દિલ્હીમાં લેવાનારા આ નિર્ણયો પર ટકેલી છે.
આ મહાપ્રસોદાની પળષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ફેબ્રુઆરીમાં બનેલા માળખા હેઠળ અમેરિકા ભારતીય માલ પરના ટેરિફને ૫૦ ટકાથી સીધો ઘટાડીને ૧૮ ટકા કરવા અને રશિયન તેલની ખરીદી પરનો ૨૫ ટકા દંડાત્મક ટેરિફ હટાવવા સંમત થયું હતું. જોકે, ૨૦ ફેબ્રુઆરીએ યુએસ સુપ્રીમ કોર્ટે આ વ્યાપક ટેરિફ રદ કરતા જ ટ્રમ્પ વહીવટીતંત્રે કલમ ૧૨૨ હેઠળ તમામ દેશો પર ૧૦ ટકાનો સાર્વત્રિક ટેરિફ લાદી દીધો, જે ૨૪ જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. યુએસ ટેરિફ શાસનમાં આવેલા આ અણધાર્યા વળાંકને કારણે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ હવે આ જૂના માળખાની શરતો પર નવેસરથી પુનર્વિચારણા કરી રહ્યા છે જેથી પરસ્પર હિતો જળવાઈ રહે.
બદલામાં ભારતે અમેરિકાના ઔદ્યોગિક માલસામાન ઉપરાંત બદામ, વાઇન, સ્પિરિટ, સોયાબીન તેલ અને તાજા ફળો જેવા કળષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની મોટી ઓફર કરી છે, સાથે જ આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ઼૫૦૦ બિલિયનના ઉર્જા ઉત્પાદનો, વિમાન, કિંમતી ધાતુઓ અને ટેકનોલોજી ખરીદવાનો મોટો પ્લાન તૈયાર કર્યો છે. અગાઉના કરાર મુજબ ભારતને તેના એશિયાન હરીફો પર મોટો ટેરિફ ફાયદો મળી રહ્યો હતો, પરંતુ હવે અમેરિકા દ્વારા તમામ દેશો પર એકસમાન ૧૦ ટકા ટેરિફ લાદવામાં આવતા વ્યાપારી ગણિતો બદલાયા છે. ફેબ્રુઆરીના સંયુક્ત નિવેદનની જોગવાઈ મુજબ જો કોઈ એક દેશ નીતિ બદલે તો બીજો દેશ પણ પોતાની પ્રતિબદ્ધતા સુધારી શકે છે, જેના આધારે આ બેઠકમાં ટેરિફ ઘટાડા અંગેનો આખરી અને મોટો નિર્ણય લેવામાં આવશે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
