તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 4th October 2026
ભારત-પાકિસ્તાન સરહદ વિવાદ: ઘૂસણખોરીના મુદ્દે બંને દેશોએ રાજદ્વારીઓને તેડાવ્યા
બેદિયન સેક્ટરમાં બીએસએફની કાર્યવાહીમાં બે પાકિસ્તાની નાગરિકોના મોત બાદ પાકિસ્તાનના આરોપો ફગાવી દેવાયા

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે તણાવ વધ્યો છે, જ્યાં વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર સરહદ પાર ઘૂસણખોરીને સતત સમર્થન આપવાના વિરોધમાં રાજદ્વારીઓને બોલાવીને સખત વાંધો નોંધાવ્યો છે.
મંત્રાલયે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બનેલી ઘટના અંગે પાકિસ્તાનના તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવીને ફગાવી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને દાવો કર્યો હતો કે બીએસએફના જવાનોએ ૨ ઓક્ટોબરે બેદિયન સેક્ટરમાં બે પાકિસ્તાની નાગરિકોની હત્યા કરી છે, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે ત્રણ વ્યક્તિઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા અને વારંવારની ચેતવણી છતાં સરહદ વાડ તરફ આગળ વધતા સુરક્ષા ખતરાને કારણે કાર્યવાહી કરાઈ હતી.
આ ઘટના પાકિસ્તાનથી કાર્યરત ડ્રગ્સ દાણચોરી કરતી સશસ્ત્ર ગેંગોની પ્રવૃત્તિઓ દર્શાવતી હોવાથી, ભારતે પાકિસ્તાનને સરહદ પારની ઘૂસણખોરી રોકવા, કરારોનું કડક પાલન કરવા અને જવાબદારળો સામે નક્કર પગલાં લેવા તાકીદ કરી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
