<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરના વૈશ્વિક રોલ મોડેલ સમાન ઐતિહાસિક અફસ્લુઈટડીકની કરી વિશેષ સમીક્ષા

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરના વૈશ્વિક રોલ મોડેલ સમાન ઐતિહાસિક અફસ્લુઈટડીક (Afsluitdijk Dam) ની વિશેષ સમીક્ષા કરી હતી

 ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) ની આપ-લે કરી હતી જે જળ વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે

 32 કિમી લાંબા આ ડચ ડેમની તકનીકી શ્રેષ્ઠતા અને નવીન ઊર્જાના મોડેલનો અભ્યાસ ખૂબ મહત્વનો છે જે ખારા પાણીના અખાતને મીઠા પાણીના વિશાળ જળાશયમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે

 નેધરલેન્ડની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે માર્ગદર્શક બનશે 
ખંભાતના અખાત નજીક મીઠા પાણીનું વિશાળ જળાશય અને ડેમ બનાવવાની યોજનાને નવો વેગ મળશે 
- કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખંભાતના અખાત દ્વારા સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે અને સાથે સાથે એક વિશાળ મીઠા પાણીનો જળાશય બનાવવાનો છે.
- તા. ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ નેધરલેન્ડના રાજદૂત સુશ્રી મારિસા ગેરાર્ડ્સની ગુજરાત મુલાકાત દરમિયાન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સાથે બેઠકમાં કલ્પસર યોજના અંગે  મહત્વપૂર્ણ ચર્ચા કરીને  'Indo-Dutch' નિષ્ણાત જૂથની રચના અને G2G ભાગીદારી બાબતે ચર્ચા થઈ હતી

નેધરલેન્ડ્સ તેના વિશ્વ પ્રખ્યાત 'Afsluitdijk' ડેમd પ્રોજેક્ટના ૯૦ થી વધુ વર્ષોના મેનેજમેન્ટના અનુભવ અને નિપુણતાનો લાભ ભારતને આપશે
 ડચ કુશળતા અને તકનીકી સહાય પાણી ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકે છે.

(7:01 PM IST)