<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભારત વિશ્વના અર્થતંત્રનું નવું પાવરહાઉસ યુએનના રિપોર્ટમાં મોટો ખુલાસો

૨૦૨૬-૨૭માં ચીન અને પશ્ચિમ દેશોને પછાડી સૌથી ઝડપી અર્થતંત્ર બનવા તરફ મક્કમ

નવી દિલ્‍હી, તા.૨૧: ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક અનિヘતિતાઓ વચ્‍ચે સંયુક્‍ત રાષ્‍ટ્રના તાજેતરના અહેવાલે ભારતને વિશ્વના ગ્રોથ એન્‍જિન તરીકે સ્‍વીકાર્યું છે. યુએનના અંદાજ મુજબ, ભારત ૨૦૨૬ માં ૬.૪% અને ૨૦૨૭ માં ૬.૬% ના દરે વિકાસ પામીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. ટ્રમ્‍પ વહીવટીતંત્ર દ્વારા ૨૦૨૫ માં લાદવામાં આવેલા ૫૦% ટેરિફ છતાં, ભારતના સેવા ક્ષેત્ર અને મજબૂત સ્‍થાનિક વપરાશે આર્થિક પાયાને હચમચવા દીધો નથી, જે પીએમ મોદીના મજબૂત આર્થિક નેતળત્‍વની સફળતા દર્શાવે છે.

ભારતની આ સફળતા પાછળ ગ્રામીણ અર્થતંત્રમાં વધેલો વપરાશ અને જીએસટી દરોમાં કરાયેલા ફેરફારો મુખ્‍ય કારણો છે. ESCAP-૨૦૨૬ ના રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ માં ભારત વિશ્વનો સૌથી મોટો રેમિટન્‍સ પ્રાપ્તકર્તા દેશ રહ્યો છે. ભારતે ગ્રીન એનર્જી અને ઉત્‍પાદન ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી છે, જ્‍યાં ૫૦ બિલિયનના ગ્રીનફિલ્‍ડ એફડીઆઈ એ ભારતને વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બનાવી દીધું છે. ખાસ કરીને પીએલઆઈ સ્‍કીમ દ્વારા સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે આયાત નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો વૈશ્વિક સ્‍તરે નોંધપાત્ર રહ્યા છે.

આગામી વર્ષોમાં ભારતમાં ફુગાવાનો દર પણ ઘટીને ૪.૩% થવાની શકયતા છે, જે મધ્‍યમ વર્ગ માટે રાહતના સમાચાર છે. ભારતે માત્ર આર્થિક વળદ્ધિ જ નથી હાંસલ કરી, પરંતુ ૧.૩ મિલિયન ગ્રીન જોબ્‍સ સાથે પર્યાવરણ અને રોજગાર વચ્‍ચે સંતુલન પણ જાળવ્‍યું છે. જોકે, અમેરિકા દ્વારા રેમિટન્‍સ પર લાદવામાં આવેલા ૧% ટેક્‍સ સામે સાવધ રહેવાની જરૂરિયાત છે, છતાં ભારતની આર્થિક ગતિવિધિઓ સૂચવે છે કે તે કોઈપણ વૈશ્વિક પ્રતિકૂળતાનો સામનો કરવા માટે સક્ષમ છે.

(3:18 PM IST)