News of Sunday, 26th July 2026
'ભારત લોકશાહી દેશ છે, તાનાશાહી નહીં': CJP આંદોલન સમેટાયા બાદ અણ્ણા હઝારેનું મોટું નિવેદન
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ચાલતા વિરોધ વચ્ચે સફળ વાતચીત બાદ આંદોલન સમેટાયું, ૮૯ વર્ષીય ગાંધીવાદી નેતાએ શાંતિપૂર્ણ સંવાદના માર્ગનેણ વખાણ્યો

રાલેगण સિદ્ધિ, : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને સરકાર સાથેની સફળ વાતોના પરિણામે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પોતાનું આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચી લેવામાં આવતાં, દેશના વરિષ્ઠ ૮૯ વર્ષીય સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ આ નિર્ણયનું ખુલ્લા મનથી સ્વાગત કર્યું છે અને લોકશાહીના મૂલ્યો પર ભાર મૂક્યો છે.
મળતી વિગતો અનુસાર, પોતાના પ્રખ્યાત અહિંસક સત્યાગ્રહના અનુભવો શેર કરતા અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી શાસન પ્રણાલી છે કોઈ તાનાશાહી નથી, તેથી પ્રજાની કોઈપણ સમસ્યા કે માંગણીઓનો ઉકેલ હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનો અને પરસ્પર સંવાદ દ્વારા જ લાવી શકાય છે.
પોતાના જીવનકાળ દરમિયાન અહિંસક માર્ગે ૨૨ વખત સફળ ભૂખ હડતાળ અને ઉપવાસ કર્યા હોવાનું યાદ અપાવતા તેમણે ઉમેર્યું કે આ જ શાંતિપૂર્ણ સંઘર્ષોના બળે દેશમાં ૧૦ જેટલા મહત્વપૂર્ણ કાયદાઓમાં પરિવર્તન લાવવામાં અને નવા કાયદા ઘડવામાં તેઓ સફળ રહ્યા હતા.
હાલની યુવા પેઢી અને રાજકીય પક્ષોને સંદેશ આપતા અણ્ણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હિંસા, અશાંતિ કે તણાવથી ક્યારેય કોઈ સમસ્યાનું કાયમી સમાધાન નથી આવતું, પરંતુ તેનાથી માત્ર પ્રક્રિયામાં વિલંબ થાય છે અને દેશનું નુકસાન થાય છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ CJP દ્વારા આંદોલન સ્થગિત કરાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને સરકાર તથા વિરોધી પક્ષો વચ્ચે સુમેળભર્યા વાતાવરણની શરૂઆત થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
આગામી સમયમાં દેશમાં આવા મુદ્દાઓ પર ટકરાવ ટાળવા માટે તંત્ર અને આંદોલનકારીઓ વચ્ચે સંવાદની આ પદ્ધતિ એક દાખલો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
